PHOTOS

આવી રહ્યું છે વાવાઝોડું, બદલાઈ જશે ગુજરાતની વરસાદની આગાહી, અંબાલાલે આપી ચેતવણી

Ambalal Ni Agahi : ફરી એક વખત ગુજરાતમાં જામી રહ્યો છે વરસાદી માહોલ,,જો કે આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આજથી સારા વરસાદની આગાહી કરી છે. 23થી 24 તારીખ સુધીમાં અરવલ્લી, પંચમહાલ અને મધ્ય ગુજરાતમં ભારે વરસાદ વરસી શકે છે,તો  દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે તેવી અંબાલાલ પટેલે આગાહી આપી. તો 26થી 30 સુધીમાં નર્મદા નદીમાં જળસ્તર વધશે અને નદી બે કાંઠે વહેતી થશે. તો 27 તારીખથી ભારે પવન સાથે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરી છે. 
 

Advertisement
1/5
અંબાલાલ પટેલની આગાહી 
અંબાલાલ પટેલની આગાહી 

અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, આજથી ગુજરાતમાં સારો વરસાદ જોવા મળશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. 23 થી 24 તારીખથી પંચમહાલ, અરવલ્લી સહિત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તો ભરુચ સહિત દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના ભાગમાં મધ્યમથી ભારે વરસાદ આવશે. 26 થી 30 તારીખ સુધીમાં નર્મદાનું જળસ્તર વધશે અને બંને કાંઠે વહેશે. સાબરમતી નદીના જળ સ્તરમાં પણ વધારો થશે. જો કે 27 તારીખથી ગુજરાતમાં ભારે પવન વરસાદ સાથે વધશે.   

2/5
હવામાન વિભાગની આજની આગાહી
હવામાન વિભાગની આજની આગાહી

વરસાદને લઈ હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું છે. સવારે 10 વાગે સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ભાવનગર, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. તો ઉત્તર, મધ્ય અને પૂર્વ ગુજરાતમાં છુટાછવાયા હળવા વરસાદની આગાહી છે.   

Banner Image
3/5
પરેશ ગોસ્વામીની આગાહી 
પરેશ ગોસ્વામીની આગાહી 

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યુ છે કે, 22 થી 31 જુલાઈમાં વરસાદનો એક મોટો અને લાંબો રાઉન્ડ આવી રહ્યો છે. જેને કારણે સારો વરસાદ પડે તેવી અપેક્ષા છે. જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે અને તે ગુજરાત પરથી પસાર થાય તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. 22 તારીખથી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ્સ સક્રિય થશે અને તે પશ્ચિમ દિશા તરફ ગતિ કરશે. તે ગુજરાત તરફ ગતિ કરે તેવી સંભાવના છે. તેની અસર 23 તારીખથી ગુજરાતને થાય તેવું અનુમાન છે. 22-23 તારીખથી સામાન્ય વરસાદમાં વધારો થતો જશે. 25 થી 31 જુલાઈના સેશન દરમિયાન આ સિસ્ટમ્સ ગુજરાત પરથી પસાર થાય અને તે ગુજરાત સુધી પહોંચી વેલમાર્ક લો પ્રેશર અથવા ડિપ્રેશન બની શકે છે. 25 થી 31 તારીખમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે.

4/5
નવી સિસ્ટમ સક્રિય થઈ 
નવી સિસ્ટમ સક્રિય થઈ 

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, પશ્ચિમ રાજસ્થાન અને તેની બાજુમાં પાકિસ્તાન પર વેલ માકર્ડ લો પ્રેશર યથાવત છે. તેની સાથે સંકળાયેલું ચક્રવાતી પરિભ્રમણ મધ્યમ ઉષ્ણકટિબંધીય સ્તર સુધી વિસ્તર્યું છે, જેને દક્ષિણ તરફ ઝુકાવ્યું છે. તે લગભગ પશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખી શકે છે અને ધીમે ધીમે લો પ્રેશરમાં ફેરવાય છે. સરેરાશ દરિયાઈ સપાટી પર મોન્સૂન ટ્રફ પશ્ચિમ રાજસ્થાન અને તેની બાજુમાં પાકિસ્તાન, ચુરુ, આયાનગર (દિલ્હી), શાહજહાંપુર, લખનૌ, પટના, બાંકુરા, દિધા અને ત્યાંથી પૂર્વ તરફ ઉત્તરપૂર્વ બંગાળની ખાડી તરફ વેલ માકર્ડ લો પ્રેશર ક્ષેત્રના કેન્દ્રમાંથી પસાર થશે. જ્યારે હવામાન વિભાગે જાહેર કરેલા મેપ પ્રમાણે, ૨૬મી તારીખ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.

5/5
વાવાઝોડું ધમરોળશે 
વાવાઝોડું ધમરોળશે 

દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે, હાલ તો ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા છે. ગુજરાતમાં વરસાદનું જોર ઘટી ગયું છે. તેનું કારણ છે દક્ષિણ ચીન તરફ એક વાવાઝોડું બની રહ્યું છે. આફ્રિકા તરફથી આવતા પવનો અરબી સમુદ્રમાં આવી દોઢ કિલોમીટર ઊંચાઈના પવનો વાવાઝોડા તરફ જઈ રહ્યા છે. જેના કારણે અરબી સમુદ્ર કે બંગાળના ઉપસાગરમાં ભેજ આવી શકતો નથી  





Read More