સુહાના આ ફોટોમાં તેની કાઉબોય હેટમાં જોવા મળી રહી છે. જણાવામાં આવી રહ્યું છે કે, સુહાનાની આ તસવીર ન્યૂયોર્કની છે. આ તસવીરને સુહાનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે
સુહાનાની આ તસવીર પર કેટલાક લોકો સારી કોમેન્ટ કરી રહ્યાં છે તો કેટલાક લોકો ટ્રોલ કરતા જોવા મળી રહ્યાં છે.
તમને જણાવી દઇએ કે, સુહાનાએ તાજેતરમાં જ લંડનની આર્ડિગલી કોલેજથી તેનું ગ્રેજ્યુએશન પૂરુ કર્યું છે.
સુહાના હવે અંગ્રેજી શોર્ટ ફિલ્મ ‘ધ ગ્રે પાર્ટ ઓફ બ્લૂ’થી એક્ટિંગમાં ડેબ્યૂ કરવા માટે એકદમ તૈયાર છે.
ફિલ્મ ‘ધ ગ્રે પાર્ટ ઓફ બ્લૂ’ના નિર્દેશક સુહનાની સાથે અભ્યાસ કરતો થિયો જિમેનો છે.
ફિલ્મમાં સુહના ઉપરાંત રોબિન ગેનેલા પણ છે. આ પહેલા સુહના રંગમંચના એક નાટકમાં મુખ્ય ભૂમિકામાં પોતાના અભિનયનું પ્રદર્શન કરી ચુકી છે. (ફોટો સાભાર: તમામ તસવીરો સુહાના ખાનના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે)