Grahan Yog 2025: ઓગસ્ટ મહિનામાં એક મહાભયંકર યોગ બનવા જઈ રહ્યો છે. આ મહિનામાં સૂર્ય અને કેતુની યુતિથી ગ્રહણ યોગ બનશે. આ યોગ અત્યંત અશુભ ગણાય છે. પરંતુ આ વર્ષે આ યોગ 3 રાશિના લોકો માટે શુભ સાબિત થશે.
જ્યોતિષ ગણના અનુસાર સૂર્ય 17 ઓગસ્ટ 2025 ના રોજ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં પહેલાથી જ કેતુ ગોચર કરે છે. સિંહ રાશિમાં સૂર્ય અને કેતુની યુતિથી ગ્રહણ યોગ બનશે. સૂર્ય 15 સપ્ટેમ્બર સુધી સિંહ રાશિમાં હશે ત્યાં સુધી ગ્રહણ યોગનો પ્રભાવ જોવા મળશે.
ગ્રહણ યોગ 12 રાશિના લોકોના જીવન પર અસર કરશે. આમ તો આ યોગ ભારે કષ્ટ અને સમસ્યા આપે છે. પરંતુ 3 રાશિના લોકોને સૂર્ય અને કેતુ સકારાત્મક પરિણામ આપશે. આ ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે ચાલો જાણીએ.
સૂર્ય કેતુની યુતિ વૃષભ રાશિના લોકો માટે લાભકારી હશે. ઈચ્છિત સફળતા મળશે. જે કામ હાથમાં લેશો તે સફળ થશે. મોટો ધન લાભ થઈ શકે છે. નવા કામની શરુઆત કરવા માટે સારો સમય. વેપારમાં નફો થશે. આત્મવિશ્વાસ વધશે. સંબંધો સુધરશે.
વૃશ્ચિક રાશિના લોકો માટે આ યુતિ કરિયરમાં લાભ કરાવનાર સાબિત થશે. કામકાજ સારું ચાલશે. વર્કપ્લેસ પર અધિકારીઓનો સહયોગ મળશે. વેપારમાં મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે. અટકેલું ધન પરત મળશે. આર્થિક સ્થિતિ સુધરશે.
સૂર્ય અને કેતુની યુતિ મકર રાશિના લોકોને આર્થિક ઉન્નતિ કરાવશે. ધન લાભ થશે. રોકાણથી લાભ થશે. સમજી-વિચારીને કરેલું દરેક કાર્ય અને રોકાણ લાભકારી સાબિત થશે. મોટી સમસ્યાનું સમાધાન મળશે. સમાજમાં માન સન્માન વધશે.