Surya Budh Guru Trigrahi Yog Rashifal: 15 જુન 2025 ના રોજ સૂર્ય ગ્રહ મિથુન રાશિમાં ગોચર કરશે અને સાથે જ મિથુન રાશિમાં શક્તિશાળી ત્રિગ્રહી યોગ બનશે. આ વર્ષે આ ત્રિગ્રહી યોગ 12 વર્ષ પછી સર્જાવા જઈ રહ્યો છે. મિથુન રાશિમાં 3 શુભ ગ્રહ એક સાથે ગોચર કરશે જેના કારણે 2 શક્તિશાળી રાજયોગ બનશે. આ રાજયોગ 5 રાશિના લોકોની ધન સંપત્તિ ઝડપથી વધારી શકે છે.
15 જૂન પછી સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય રાજયોગ બનશે. સાથે જ બુધ ગ્રહ સ્વરાશિમાં ગોચર કરી ભદ્રા રાજયોગ પણ બનાવશે. ત્રણ શુભ ગ્રહોની શુભ સ્થિતિના કારણે સૌથી વધુ ફાયદો વૃષભ, મિથુન સહિત 5 રાશિના લોકોને અચાનક મળી શકે છે. આ 5 રાશિને કેવા લાભ થશે તે પણ જાણી લો.
વૃષભ રાશિના બીજા ભાવમાં આ યુતી બનવાની છે તેથી આ રાશિના લોકોને પૈતૃક સંપત્તિથી લાભ થશે. માંગલિક કાર્યો થઈ શકે છે. માનસિક શાંતિનો અનુભવ થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. અટકેલું ધન પરત મળી શકે છે. આ સમય દરમિયાન વૃષભ રાશિના લોકો પોતાની વાણીથી લોકોનું મન જીતવામાં સફળ રહેશે.
મિથુન રાશિમાં જ ત્રિગ્રહી યોગ બનવાનો છે. સૂર્ય, ગુરુ અને બુધ એક સાથે આ રાશિમાં બિરાજમાન થઈને મિથુન રાશિના લોકોનું ભાગ્ય બદલી નાખશે. આ રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે અને કરિયરમાં મોટી સફળતા મળવાની સંભાવના પણ છે સંપત્તિનું સુખ વધી શકે છે. આ રાશિના લોકોને માન-સન્માન મળશે. માનસિક સ્થિતિ મજબૂત બનશે. નિર્ણય લેવાની ક્ષમતા સુધરશે.
તુલા રાશિના લોકોને આ સમય દરમિયાન પિતા તરફથી સહયોગ મળશે. આ સમય દરમિયાન આધ્યાત્મિક યાત્રા પણ થઈ શકે છે. યાત્રાથી લાભ મળવાની સંભાવના. શિક્ષણ ક્ષેત્રે સફળતા મળી શકે છે. સરકારી નોકરી કરતા લોકોને વિશેષ લાભ થશે. 15 જૂન પછીનો સમય વિશેષ લાભકારી રહેવાનો છે.
ધનુ રાશિના લોકોને પણ સૂર્ય, બુધ અને ગુરુની યુતી લાભ કરાવશે. વૈવાહિક જીવનમાં સુખ શાંતિ રહેશે. પાર્ટનર સાથે પ્રેમ વધશે. ઘરમાં વાતાવરણ અનુકૂળ રહેશે. જીવનમાં સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થશે. અવિવાહિત લોકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે.
કુંભ રાશિના લોકોને પણ ત્રિગ્રહી યોગ લાભ કરાવશે. આ રાશિના જાતકોને સૂર્ય બુધ અને ગુરુ સાથે મળી સફળતા અપાવશે. કારકિર્દીમાં અત્યાર સુધી કરેલી મહેનતનો ફળ મળશે. માતા-પિતાને બાળકો તરફથી સારી સમાચાર સાંભળવા મળી શકે છે. આ સમય દરમિયાન સ્વાસ્થ્યમાં સુધારો થશે.