Surya Shani Yuti 2025 in kumbh Rashi : 1 વર્ષ બાદ સૂર્ય કુંભ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે અને અહીં તેની ટક્કર પોતાના પુત્ર શનિ ગ્રહ સાથે થશે. જ્યોતિષ અનુસાર સૂર્ય અને શનિ પરમ શત્રુ ગ્રહ છે. કુંભ રાશિમાં શનિ-સૂર્યનું એક સાથે હોવું 5 રાશિઓ પર ભારે પડશે.
કુંભ રાશિમાં સૂર્ય 30 દિવસ સુધી રહેશે. એટલે કે સૂર્ય અને શનિની યુતિ એક મહિના સુધી રહેસે અને બધા લોકોના જીવનમાં તેની અસર જોવા મળશે. એક તરફ વૃષભ સહિત ત્રણ રાશિઓ માટે આ યુતિ શુભ છે તો પાંચ રાશિઓ માટે અશુભ છે. જાણો કઈ રાશિના જાતકોના જીવનમાં 30 દિવસ સંકટ આવી શકે છે. આ લોકોએ કરિયર, આર્થિક, પારિવારિક મામલા અને સ્વાસ્થ્યમાં સમસ્યા થઈ શકે છે.
સિંહ રાશિના લોકોને અણધાર્યા ખર્ચનો સામનો કરવો પડી શકે છે. મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. વેપારમાં કેટલાક કઠિન નિર્ણયો લેવા પડી શકે છે. અમુક રોગ ત્રાટકી શકે છે અને તેના કારણે સારવાર પર મોટો ખર્ચ થઈ શકે છે. અકસ્માતોથી પણ સાવચેત રહો.
તુલા રાશિના લોકોની પર્સનલ લાઇફ સંકટમાં રહેશે. લાઇફ પાર્ટનર સાથે વિવાદ વધી શકે છે. ઈગોને કારણે સમસ્યા વધી શકે છે. ખોટા ખર્ચથી પરેશાન રહેશો. કોઈ સાથે વિવાદ થઈ શકે છે.
મકર રાશિના જાતકોના કારોબારમાં સમસ્યા થઈ શકે છે. સંબંધોમાં મુશ્કેલી આવી શકે છે. કોઈ બીમારી તમને પરેશાન કરી શકે છે. આવક કરતા ખર્ચ વધુ હશે. પરિવારજનો કે સંબંધીઓ સાથે સંબંધમાં વિવાદ થઈ શકે છે.
આ રાશિના લોકોના જીવન પર સૂર્ય અને શનિની યુતિની સૌથી વધુ અસર થશે. આ લોકોના જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. નોકરીમાં ટાર્ગેટ પૂરો કરવો મુશ્કેલ થશે. યાત્રાને કારણે ખર્ચ થશે. લોન લેવાથી બચવું,. બીમારી અને સમસ્યાઓ રહેશે.
મીન રાશિના જાતકો માટે સૂર્ય-શનિની યુતિ સમસ્યા ઉભી કરી શકે છે. ખોટા ખર્ચને કારણે તમારા બેંક બેલેન્સ પર અસર પડી શકે છે. સ્વાસ્થ્ય બગડી શકે છે. તણાવ રહેશે. જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે.
ડિસ્ક્લેમર આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.