PHOTOS

સૂર્યએ કર્કમાં કર્યો પ્રવેશ, એક મહિનો આ 5 રાશિવાળા માટે ખુબ ભારે, ઉપાધિના પોટલે પોટલા ખડકાય તેવા યોગ

ગ્રહોના રાજા સૂર્યએ 16 જુલાઈના રોજ કર્ક રાશિમાં ગોચર કર્યું. જેનાથી કેટલીક રાશિના જાતકોએ હવે સંભાળવાનો સમય છે. આ રાશિના જાતકોએ ખુબ ધ્યાન રાખવાની જરૂર છે. 

Advertisement
1/7

જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહોના રાજા સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે. 16 જુલાઈના રોજ સાંજે 5.40 વાગે મિથુનમાંથી નીકળીને કર્ક રાશિમાં પ્રવેશ કર્યો. કર્ક રાશિનો સ્વામી ચંદ્રમા છે જે જળતત્વની રાશિ છે. જ્યારે સૂર્ય અગ્નિતત્વનું પ્રતિક છે. આવામાં સૂર્યના આ રાશિમાં જવાથી કેટલીક રાશિના જાતકોની લાઈફમાં ઉથલપાથલ મચી શકે છે. જો કે આ સમસ્યાઓમાંથી બચવા માટેના કેટલાક સરળ ઉપાયો પણ છે. સૂર્ય આ રાશિમાં 17 ઓગસ્ટ સુધી રહેશે. જાણો કઈ કઈ રાશિઓએ ધ્યાન રાખવું પડશે અને શું ઉપાય રાહત આપી શકે. 

2/7
મેષ રાશિ
મેષ રાશિ

સૂર્યનું ગોચર મેષ રાશિના ચોથા ભાવને પ્રભાવિત કરશે. આ ગોચર  કૌટુંબિક જીવનમાં અસ્થિરતા, માતાના સ્વાસ્થ્યમાં ઉતાર ચડાવ અને સંપત્તિ સંબંધિત વિવાદ ઊભા કરી શકે છે. કાર્યક્ષેત્રે દબાણ લાવી શકે છે. માનસિક તણાવનો પણ સામનો કરવો પડી શકે છે. 

ઉપાય- ‘ॐ सूर्याय नमः’ નો 108 વાર જાપ કરો. 

Banner Image
3/7
મિથુન રાશિ
મિથુન રાશિ

મિથુન રાશિની કુંડળીના બીજા ભાવમાં આ ગોચરની અસર થશે. આ દરમિયાન આર્થિક મામલાઓમાં સાવધાની રાખવી પડશે. કારણ બિનજરૂરી ખર્ચા વધી શકે છે. વાણીમાં કઠોરતાના કારણે સંબંધોમાં તણાવ આવી શકે છે. સ્વાસ્થ્યના મામલે આંખો કે મોઢા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. 

ઉપાય-  ‘ॐ घृणि सूर्याय नमः’ મંત્રનો જપ કરો. આ સાથે જરૂરિયાતવાળાને ઘઉ કે ગોળનું દાન કરો. 

4/7
ધનુ રાશિ
ધનુ રાશિ

ધનુ રાશિના જાતકો માટે સૂર્યનું આ ગોચર આઠમાં ભાવને પ્રભાવિત કરશે. આ ભાવને અશુભ ગણવામાં આવે છે. આ દરમિયાન સ્વાસ્થ્ય સમસ્યાઓ પરેશાન કરી શકે છે. પેટ કે ત્વચા સંબંધિત પરેશાનીઓ વધી શકે છે. આર્થિક નુકસાન અને કાર્યસ્થળ પર તણઆવનો સામનો કરવો પડી શકે છે. મુસાફરી દરમિયાન સાવધાની વર્તો. દુર્ઘટનાના પણ યોગ છે. 

ઉપાય- રોજ આદિત્ય હ્રદય સ્ત્રોત્રનો પાઠ કરો. 

5/7
મકર રાશિ
મકર રાશિ

મકર રાશિ માટે આ ગોચર સાતમા ભાવને પ્રભાવિત કરશે. આ ગોચરથી વૈવાહિક જીવનમાં તણાવ, પાર્ટનરશિપમાં મતભેદ અને વેપારમાં નુકસાન થવાની શક્યતા છે. સ્વાસ્થ્યના મામલે સાંધા કે હાડકા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. 

ઉપાય- સૂર્ય યંત્રની પૂજા કરો અને રવિવારે ગોળનું દાન કરો. 

6/7
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ માટે નવમાં ભાવમાં આ ગોચરની અસર થશે. આ ગોચર તમને મિક્સ પ્રભાવ કરશે. પરંતુ કેટલાક મામલાઓમાં અશુભ રહી શકે છે. કાર્યસ્થળે ઉચ્ચ અધિકારીઓ સાથે તણાવ અને નોકરીમાં અડચણો આવી શકે છે. આર્થિક મામલાઓમાં સાવધાની વર્તવાની જરૂર રહેશે. 

ઉપાય- શિવલિંગ પર જળ કે દૂધ અર્પણ કરો. 

7/7
Disclaimer:
Disclaimer:

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.  





Read More