Surya Gochar: સૂર્ય દેવના શુભ થવા પર વ્યક્તિને ખુબ માન-સન્માન મળે છે અને ધનલાભ થાય છે. સૂર્યના મીન રાશિમાં પ્રવેશ કરતા જ કેટલાક જાતકોના અચ્છે દિન શરૂ થઈ જશે.
બુધ દેવે 7 માર્ચે મીન રાશિમાં પ્રવેશ કરી લીધો છે. બુધ બાદ સૂર્ય પણ 14 માર્ચે મીન રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય દેવને જ્યોતિષમાં વિશેષ સ્થાન પ્રાપ્ત છે. સૂર્ય દેવને ગ્રહોના રાજા કહેવામાં આવે છે. સૂર્ય દેવના શુભ થવા પર વ્યક્તિને ખુબ માન-સન્માન મળે છે અને ધનલાભ થાય છે. સૂર્યનો મીન રાશિમાં પ્રવેશ થવાની સાથે કેટલાક જાતકોના અચ્છે દિન શરૂ થઈ જશે. આ રાશિને ભાગ્યનો સાથ મળશે. જાણો સૂર્યના રાશિ પરિવર્તનથી કયાં જાતકોને લાભ થશે.
સિંહ રાશિના જાતકો માટે સૂર્યનો મીન રાશિમાં પ્રવેશ શુભ રહેશે. લગ્ન જીવન સુખમય રહેશે. પરિવારના સભ્યોનો સહયોગ મળશે. ખુબ માન-સન્માન મળશે. પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે. ધન લાભ થશે, જેનાથી આર્થિક પક્ષ મજબૂત થશે. ભાગ્યનો સાથ મળશે. મીન રાશિના જાતકો માટે આ સમય વરદાન સમાન છે.
આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે વધુ માહિતી માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.