Surya Gochar 2025 in Meen Rashi: હોળીના દિવસે ગ્રહોના રાજા સૂર્ય પણ ગોચર કરી રહ્યાં છે. સૂર્ય રાશિ પરિવર્તન કરી મીન રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં પહેલાથી રાહુ બિરાજમાન છે. સૂર્ય અને રાહુની યુતિથી મીન રાશિમાં ગ્રહણ યોગ બનશે. આ ગ્રહણ યોગ ઘણા જાતકો માટે શુભ રહેશે, તો પાંચ રાશિઓને લાભ કરાવશે.
મીન રાશિના સ્વામી ગુરૂ છે અને સૂર્ય તથા ગુરૂમાં શત્રુતાનો ભાવ છે. તેથી જ્યારે પણ સૂર્ય મીન રાશિમાં આવે છે, ખરમાસ કે મલમાસ લાગી જાય છે. ખરમાસમાં કોઈ શુભ કાર્ય થતાં નથી. આ વર્ષે 14 માર્ચથી 15 એપ્રિલ સુધી ખરમાસ રહેશે. જાણો આ સમય કઈ પાંચ રાશિના જાતકો માટે શુભ રહેવાનો છે.
વૃષભ રાશિના જાતકો માટે સૂર્ય ગોચર શુભ રહેશે. કરિયરમાં પ્રગતિ થશે. તમને મોટી સફળતા મળશે. ધનલાભનો યોગ બનશે. શિક્ષણના ક્ષેત્રમાં ઘણી સિદ્ધિ હાસિલ થઈ શકે છે.
મિથુન રાશિના જાતકો માટે સૂર્યનું મીન રાશિમાં ગોચર શુભ સાબિત થશે. કારોબાર સારો ચાલશે. નોકરીમાં નવી તક મળશે. કામમાં આવી રહેલા વિઘ્નો દૂર થશે.
કર્ક રાશિના જાતકોને લાંબા સમય બાદ રાહતનો અનુભવ થશે. કરિયર માટે આ સમય સારો છે. પ્રગતિના નવા માર્ગ ખુલશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે.
મકર રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે. કોઈ સારા સમાચાર મળી શકે છે. ઘરમાં ખુશીઓ રહેશે. બેરોજગારોને રોજગાર મળશે. તમારી ઈચ્છા મુજબ નોકરીનું સપનું સાકાર થશે.
સૂર્યનું ગોચર કુંભ રાશિના જાતકોને લાભ આપશે. તમને ગુડ ન્યૂઝ મળી શકે છે. ધનલાભ થશે. નવી જવાબદારી મળી શકે છે. પદ-પ્રતિષ્ઠા વધશે.
ડિસ્ક્લેમર અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.