PHOTOS

જાદુઈ ટોટકાઓએ આ ક્રિકેટર્સને બનાવ્યા હતા ફેમસ, અમસ્તા જ ફેમ નથી મળી!

Cricket News : ભારતમાં પૂજા પાઠ અને અંધવિશ્વાસ એક અભિન્ન અંગ બની ચૂક્યું છે. બાળકોને કાળો ટીકો લગાવવાથી લઈને લીંબુ-મરચાના ટોટકા તો આપણા ઘરમાં સામાન્ય હોય છે. પરંતું કેટલાક લોકો તેના કરતા પણ મોટા ટોટકા કરતા હોય છે. ખાસ કરીને સફળતા માટે લોકો આ પ્રકાની અંધશ્રદ્ધામાં માનતા હોય છે. સચિન તેંડુલકર, રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા અનેક પ્લેયર્સ દુનિયાભરના ફેમસ ક્રિકેટર્સ છે, પરંતું આ ક્રિકેટર્સ પણ પોતાની સફળતા માટે ટોટકા કરતા રહે છે. કોઈ મેદાનમાં ગુરુજીનો ફોટો લઈને આવતા, તો કેટલાક પોતાના પેડને લકી ચાર્મ ગણતા હતા. 

Advertisement
1/5
વીરેન્દ્ર સહેવાગ
વીરેન્દ્ર સહેવાગ

પોતાના જમાનામાં બોલર્સમાં ખૌફ પેદા કરનાર વીરેન્દ્ર સહેવાગ પણ ટોટકામાં વિશ્વાસ કરતા હતા. તેઓ મેદાનમા ઉતરતા સમયે હંમેશા એક લાલ રંગના રૂમાલને પોતાના ખિસ્સામાં રાખતા હતા. થોડા દિવસો બાદ તેમણે પોતાના માથા પર લાલ રૂમાલ બાંધવાનું શરૂ કર્યું હતું.   

2/5
વિરાટ કોહલી
વિરાટ કોહલી

ટીમ ઈન્ડિયાના સ્ટાર પ્લેયર વિરાટ કોહલી આ લિસ્ટમાં સામેલ છે. રન મશીન માટે તેઓ લકી ગ્લોવ્ઝનો ટોટકો કરતા હતા. 

Banner Image
3/5
સચિન તેંડુલકર
સચિન તેંડુલકર

ભારતમાં માસ્ટબ્લાટર અને ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર પણ આ લિસ્ટમા સામેલ છે. મેદાનમાં અનેકવાર આ માસ્ટર બ્લાસ્ટરને આઉટ કરવા માટે બોલર્સ તલપાપડ હતા. પરંતુ પોતાની જીત માટે સચિન તેંડુલકર એક ટોટકાનો સહારો લેતા. તેઓ હંમેશા પોતાના જમણા પેડને પહેલા બાંધવાનું લકી ગણતા હતા. આ સાથે જ તેઓ ખિસ્સામાં સત્ય સાંઈબાબાની તસવીર રાખીને મેદાનમાં ઉતરતા હતા. 

4/5
સૌરવ ગાંગુલી
સૌરવ ગાંગુલી

ટીમ ઈન્ડિયાને વર્લ્ડ નંબર વન ટીમ બનાવનાર સૌરવ ગાંગુલીનું યોગદાન મોટું છે. તેમણે ટીમ ઈન્ડિયામાં લાંબો સમય સેવા આપી. પંરતું ગાંગુલી પોતાની આ ઉપલબ્ધિનું શ્રેય ગુરુજીને આપે છે. તેઓ મેદાનમાં પોતાના ગુરુજીની તસવીર લઈને ઉતરતા હતા.  

5/5
રોહિત શર્મા
રોહિત શર્મા

હાલમાં જ ભારતને ટી20 વર્લ્ડ કપનો ખિતાબ જીતાડનાર રોહિત શર્મા પણ ટોટકાથી દૂર નથી. તેઓ મેદાનમાં ઉતરે છે, તો સૌથી પહેલા પોતાનો જમણો પગ મેદાનમાં પહેલા રાખે છે. આ ટોટકાને તેઓ લકી માને છે. 





Read More