Surat Viral Video : સુરતથી એક રમૂજી વીડિયો સામે આવ્યો છે. જેમાં પાણીપુરી ખાઈ રહેલી યુવતીનું મોપેડ ટોઈંગ થઈ જતા તેણે રડતા રડતા ટ્રાફિક કર્મીને આજીજી કરી હતી. તેની આ ક્ષણ કેમેરામાં કેદ થઈ, અને જોત જોતામાં વાયરલ થઈ ગઈ છે.
સુરતના સરથાણા વિસ્તારમાં એક રમૂજ વીડિયો સામે આવ્યો છે. પાણીપુરી ખાઈ રહેલી યુવતીની મોપેડ ટોઈંગ કરવામાં આવી હતી. ત્યારે મોપેડ ટોઈગ થતા યુવતી ટ્રાફિક પોલીસકર્મી પાસે ગાડી છોડાવવા ટ્રાફિક પોલીસ કર્મચારીને આજીજી કરવા લાગી હતી.
મોપેડ નહિ છોડતા યુવતી એકાએક જાહેરમાં રડવા લાગી. યુવતીની આજીજી છતા ટ્રાફિક પોલીસ કર્મીએ મોપેડ નહિ છોડતા યુવતીએ ક્રેઇનને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
આખરે દયા રાખી ટ્રાફિક પોલીસે યુવતીની મોપેડ નીચે ઉતારી આપી દીધી. પરંતું યુવતીનો રડતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ટ્રાફિક પોલીસ કર્મચારીઓ પણ યુવતીની આ હરકત પર પેટ પકડીને હસ્યા હતા.