PHOTOS

નજર હટાવી નહિ શકો તેવી ટચૂકડી ગણેશ મૂર્તિ બનાવી સુરતી કલાકારે

ગણેશ ઉત્સવ દરમિયાન અનેક ભક્તો અલગ અલગ પ્રકારની ગણેશજીની મૂર્તિ બનાવે છે, જોકે આ વર્ષે કોરોનાને કારણે પંડાલોમાં મોટા આયોજનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે આવામાં સુરતના એક કલાકારે અનોખા ગણપતિ બનાવ્યા છે. સુરતના ડિમ્પલ જરીવાલાએ માઈક્રો ગણેશ બનાવીને પોતાની ભક્તિ દર્શાવી છે. 

Advertisement
1/4

કલાકાર ડિમ્પલ જરીવાલાએ 1.5 એમએમથી લઈ 1.5 ઇંચ સુધીના ગણપતિ બનાવ્યા છે, તમામ મૂર્તિઓ માટીમાંથી બનાવવામાં આવી છે. એટલે આ તમામ મૂર્તિઓ ઈકો ફ્રેન્ડલી છે. આ મૂર્તિઓમાં કોરોના વાયરસની થીમ પર પણ ગણેશજી બનાવાયા છે. જેમાં કોરોના પર જીત અપાવતા ગણપતિની મૂર્તિ સૌથી અદ્દભૂત છે.  

2/4

તમામ મૂર્તિઓને મનમોહક રીતે બનાવવામાં આવી છે. 

Banner Image
3/4

આટલી નાની સાઈઝની મૂર્તિઓ બનાવવી બહુ જ મહેનત માંગી લે તેવું કામ છે. ખાસ કરીને તેમાં યોગ્ય માપનું ધ્યાન રાખવું બહુ જ જરુરી છે. આવામાં ડિમ્પલ જરીવાલાએ પહેલા તો કાગળ પર માપ નોંધીને ગણતરી કરી હતી. જેના બાદ તેઓએ માટીમાં તેને આકાર આપ્યા હતા.

4/4

પંડાલોમાં મૂકાતી મોટી સાઈઝની મૂર્તિઓથી પાણીમાં પ્રદૂષણ થાય છે. જો લોકો આ પ્રકારના ડેકોરેશન અપનાવે તો પાણીનું પ્રદૂષણ પણ અટકાવી શકાય છે. 





Read More