'નાગિન 5' (Naagin 5)માં ઇચ્છાધારી નાગિનનું પાત્ર ભજવનાર સુરભિ ચંદના (Surbhi Chandna)હાલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. સુરભિ ચંદના (Surbhi Chandna)ના નાગિનવાળા પાત્રને પણ દર્શકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. તો બીજી સોશિયલ મીડિયા પર પણ તેમની પ્રશંસાનો સિલસિલો ચાલી રહ્યો છે. હવે સુરભિએ સ્વિમિંગ પૂલમાં પોતાનું ફોટોશૂટ કરાવ્યું છે.
આ તાજા સમાચારોથી સુરભિએ પોતાના ફેન્સનું દિલ ધડકાવી દીધું છે.
આ ફોટામાં તે સ્વિમિંગ પૂલમાં કોઇ જલપરીની માફક જોવા મળી રહી છે.
ફેન્સ સુરભિને વોટરબેબી કહીને બોલાવી રહ્યા છે.
તેમણે પૂલમાં ખૂબ આકર્ષક પોઝ આપ્યા છે.
તસવીરો જોઇને સ્પષ્ટ સમજાઇ રહ્યું છે કે સુરભીને પાણીમાં રમવું કેટલું પસંદ છે.
કડકડતી ઠંડીમાં પણ સુરભીની આ તસવીરો ઇન્ટરનેટનો પારો ગરમ કરી રહી છે.
સુરભિ ચંદના (Surbhi Chandna) એ ઝી ટીવીના શો 'કુબૂલ હૈ'માં હયાનું પાત્ર ભજવ્યું હતું અને ઓળખ પ્રાપ્ત કરી હતી.
ત્યારબાદ તે સ્ટારના ઘણા પોપુલર શો જેમ કે 'ઇશ્કબાજ', 'દિલ બોલે ઓબેરોય' અને 'સંજીવની'માં પણ જોવા મળી.
સંજીવનીમાં તેમને ઇશાની અરોડાના પાત્રને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. આ તમામ તસવીર સાભાર: : Instagram@SurabhiChandana