PHOTOS

ખજાનો ભરી દે તેવો બુધાદિત્ય યોગ શરૂ, 17 ઓગસ્ટ સુધી 3 રાશિવાળા પર થશે પૈસાનો વરસાદ! પદ-પ્રતિષ્ઠા વધશે

ઓગસ્ટ મહિનાની શરૂઆત શાનદાર બુધાદિત્ય રાજયોગથી થઈ રહી છે. સૂર્ય અને બુધ એક સાથે કર્ક રાશિમાં બેઠા છે. સૂર્ય બુધની આ યુતિ આગામી 17 દિવસ સુધી 3 રાશિવાળાને બંપર ધનલાભ  કરાવશે. 

Advertisement
1/5

જ્યોતિષ શાસ્ત્ર મુજબ 16 જુલાઈના રોજ સૂર્ય ગોચર કરીને કર્ક રાશિમાં આવ્યા છે અને ત્યારબાદ બુધ પણ કર્ક રાશિમાં છે. સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય રાજયોગ બનેલો છે. 

2/5
17 ઓગસ્ટ સુધી લાભ
17 ઓગસ્ટ સુધી લાભ

સૂર્ય 17 ઓગસ્ટ સુધી કર્ક રાશિમાં રહેશે. જેનાથી બુધાદિત્ય રાજયોગ 17 ઓગસ્ટ સુધી પ્રભાવી રહેશે. બુધાદિત્ય રાજયોગને જ્યોતિષમાં અત્યંત શુભ અને પ્રભાવશાળી ગણવામાં આવે છે. તેની અસર તમામ રાશિઓ પર પડશે પરંતુ સૌથી વધુ લાભ 3 રાશિવાળાને થશે. 

Banner Image
3/5
કર્ક રાશિ
કર્ક રાશિ

બુધાદિત્ય યોગ કર્ક રાશિમાં જ બન્યો છે આથી આ રાશિવાળાને તગડો ફાયદો કરાવશે. કરિયરમાં ઉન્નતિ થશે. એક નવી શરૂઆત થશે. તમારો આત્મવિશ્વાસ વધશે. ભાગ્ય ભરપૂર સાથ આપશે. જે કામમાં હાથ નાખશો તેમાં સફળતા મળશે. 

4/5
કન્યા રાશિ
કન્યા રાશિ

કન્યા રાશિનો સ્વામી બુધ ગ્રહ છે અને બુધાદિત્ય રાજયોગ આ રાશિવાળાને ખુબ ફાયદો કરાવશે. અટકેલા કામો પાર પડશે. ઘર પરિવારના લોકો દરેક પગલે સાથ આપશે. ધન વધશે. 

5/5
મીન રાશિ
મીન રાશિ

મીન રાશિવાળાને પણ બુધાદિત્ય રાજયોગ ખુબ લાભ કરાવશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. લગ્ન જીવનમાં મધુરતા વધશે. ભાગ્યનો સાથ મળશે. 

(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)





Read More