PHOTOS

Surya Gochar 2023: સૂર્ય બુધનો કર્ક રાશિમાં સંયોગ, બુધાદિત્ય રાજયોગથી ચમકી જશે આ જાતકોનું ભાગ્ય


Sun Transit in Cancer 2023: સૂર્ય કર્ક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યાં છે. 16 જૂને સૂર્ય કર્ક રાશિમાં રહેવાના છે. જ્યારે કર્ક રાશિમાં પહેલાથી બુધ બિરાજમાન છે. આ બંને ગ્રહોના સંયોગથી ચાર જાતકોને ફાયદો થવાનો છે. આ રાશિના લોકોને કરિયર અને ધનના મામલામાં સારા પરિણામ મળશે. 
 

Advertisement
1/5

સૂર્ય 16 જુલાઈએ કર્ક રાશિમાં ગોચર કરશે. આ ગોચરથી કર્ક રાશિમાં શુભ સંયોગ બની રહ્યો છે. કારણ કે કર્ક રાશિમાં પહેલાથી બુધ ગોચર કરી રહ્યો છે. તેવામાં સૂર્ય પણ કર્ક રાશિમાં આવવાથી 4 રાશિના જાતકોને કરિયર અને પારિવારિક જીવનમાં લાભ થવાનો છે. 

2/5
સૂર્ય ગોચરનો મેષ રાશિ પર પ્રભાવ
  સૂર્ય ગોચરનો મેષ રાશિ પર પ્રભાવ

તે જોતા કે મંગળ તેની રાશિને નિયંત્રિત કરે છે. આ સમયમાં સકારાત્મક સમાચાર પ્રાપ્ત કરવા અને પ્રમોશનની સંભાવના સહિત પ્રોફેશનલ પ્રગતિનો અનુભવ થઈ શકે છે. આ સિવાય સરકારી ક્ષેત્રમાં કામ કરનાર વ્યક્તિ પ્રગતિની આશા કરી શકે છે, જ્યારે ખાનગી ક્ષેત્રમાં કામ કરનાર પાસે ઉચ્ચ પદ હાસિલ કરવાની તક છે. મેષ રાશિના વિદ્યાર્થીઓ શૈક્ષણિક રૂપથી સારૂ પ્રદર્શન કરશે અને ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરવાની સંભાવના હશે. 

Banner Image
3/5
સૂર્ય ગોચરનો કર્ક રાશિ પર પ્રભાવ
 સૂર્ય ગોચરનો કર્ક રાશિ પર પ્રભાવ

સૂર્યનું ગોચર તમારી રાશિ કર્કમાં થવા જઈ રહ્યું છે. સૂર્યના આ ગોચરથી જીવનના વિવિધ પાસાઓ પર અનુકૂળ પરિણામ અને સુધાર જોવા મળશે. સૂર્યના ગોચર દરમિયાન તમને શુભ પરિણામ મળવાના છે. સ્વાસ્થ્ય સંબંધી ચિંતાઓ દૂર થશે. તો લગ્નના મુદ્દે ઝડપથી સમાધાન થશે. વેપારીઓને લાભ મળશે. જે લોકો નોકરી બદલવાનું વિચારી રહ્યાં છે, તેને સારી તક મળી શકે છે. આ સિવાય લગ્ન જીવનમાં ચાલતા વિવાદનો ઉકેલ આવી શકે છે. 

4/5
સૂર્ય ગોચરનો કન્યા રાશિ પર પ્રભાવ
 સૂર્ય ગોચરનો કન્યા રાશિ પર પ્રભાવ

સૂર્યનું કર્ક રાશિમાં પ્રવેશ કન્યા રાશિના જાતકોને સારા પરિણામ આપશે. સાથે આર્થિક સ્થિતિ પણ સારી રહેશે. આ સમયમાં તમને ધનલાભ થઈ શકે છે. વેપારી વર્ગના લોકો માટે આ સમય સારો રહેશે. તમે નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશો. સાથે તમને નવા લોકો સાથે મળીને કામ કરવાની તક મળશે. આ સમયમાં તમારા કેટલાક નવા મિત્રો પણ બનશે. ખાનગી કંપનીમાં કામ કરનારા જાતકો માટે પ્રમોશનનો યોગ પણ બની રહ્યો છે. વિદ્યાર્થીઓ માટે પણ સારો સમય છે. 

5/5
સૂર્ય ગોચરનો તુલા રાશિ પર પ્રભાવ
 સૂર્ય ગોચરનો તુલા રાશિ પર પ્રભાવ

સૂર્યના ગોચર દરમિયાન તુલા રાશિના જાતકોના કરિયરની દ્રષ્ટિએ સારૂ રહેવાનું છે. સાથે તમારી આર્થિક સ્થિતિ પણ સારી રહેશે. આ દરમિયાન તમારા પગારમાં વધારા જેવા સકારાત્મક પરિણામ મળી શકે છે. સૂર્યનું ગોચર તુલા રાશિના જાતકો માટે લાભકારી સાબિત થશે. સાથે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. જો તમારા પરિવારના સભ્યો સાથે સંબંધ ખરાબ છે તો તેમાં સુધાર થઈ શકે છે. આ ગોચર તુલા રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક ફેરફાર લઈને આવશે.  





Read More