PHOTOS

Surya Gochar 2024: સૂર્યના સિંહ રાશિમાં ગોચરથી બનશે ત્રિગ્રહી યોગ, બુધ, શુક્ર અને સૂર્ય મળી આ 5 જાતકોને બનાવશે માલામાલ


Sun Transit 2024 In leo : સૂર્ય ગોચર સિંહ રાશિમાં 16 ઓગસ્ટે થવાનું છે. બુધ અને શુક્ર પણ પહેલાથી સિંહ રાશિમાં ગોચર કરી રહ્યાં છે, જેનાથી સૂર્યના સિંહ રાશિમાં આવવાથી ત્રિગ્રહી યોગ બનશે. સાથે ત્રણ રાજયોગ બળશાળી હશે. પહેલા બુધાદિત્ય, બીજો શુક્ર આદિત્ય અને ત્રીજો લક્ષ્મી નારાયણ રાજયોગ. તેવામાં 16 ઓગસ્ટથી મેષ, કર્ક, સહિત પાંચ રાશિના જાતકોનો ગોલ્ડન પીરિયડ શરૂ થવાનો છે. આ રાશિના જાતકોને ધન-સંપત્તિનો લાભ મળશે અને કરિયરમાં પ્રગતિ કરશે. આવો જાણીએ સૂર્યના સિંહ રાશિમાં ગોચરથી કોને લાભ મળશે. 

Advertisement
1/6
મેષ રાશિ પર સૂર્ય ગોચરનો પ્રભાવઃ બધી ઈચ્છાઓ પૂરી થશે
 મેષ રાશિ પર સૂર્ય ગોચરનો પ્રભાવઃ બધી ઈચ્છાઓ પૂરી થશે

મેષ રાશિના જાતકો માટે પંચમ ભાવમાં સૂર્યનું ગોચર થવાનું છે. તેવામાં મેષ રાશિના જાતકોને સંતાન પક્ષ તરફથી સુખદ સમાચાર મળી શકે છે. જો સંતાન સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો તે હવે સમાપ્ત થઈ જશે. જે લોકો પોતાના બાળકોને અભ્યાસ માટે વિદેશ મોકલવા ઈચ્છે છે તેમાં સફળતા મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય શુભ ફળયાદી રહેવાનો છે. ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવામાં સફળતા મળશે. જે દંપત્તિ સંતાન સુખની કામના કરી રહ્યાં છે તેની આ ઈચ્છા પૂરી થઈ શકે છે. આ રાશિના કુંવારા લોકો માટે લગ્નનો યોગ બનશે. પરંતુ તમારે લવ લાઇફને લઈને આક્રમક થવાથી બચવું પડશે.  

2/6
કર્ક રાશિ પર સૂર્ય ગોચરનો પ્રભાવઃ આર્થિક સ્થિતિ થશે મજબૂત
 કર્ક રાશિ પર સૂર્ય ગોચરનો પ્રભાવઃ આર્થિક સ્થિતિ થશે મજબૂત

કર્ક રાશિના જાતકો માટે બીજા ભાવ એટલે કે ધન ભાવમાં સૂર્યનું ગોચર થવા જઈ રહ્યું છે. તેવામાં તમારી આર્થિક સ્થિતિ આ સમયમાં ખુબ વધુ મજબૂત રહેશે. સાથે છેલ્લા કેટકાલ સમયથી પૈતૃક સંપત્તિને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે, તે સમાપ્ત થઈ જશે. આ સમય રોકાણ માટે ખુબ સારો છે. આ સમયમાં કરવામાં આવેલું રોકાણ ભવિષ્યમાં તમને મોટો ધનલાભ અપાવી શકે છે. સાથે આ સમયે તમે વેપારના વિસ્તાર માટે જે ખર્ચ કરશો તે ફાયદો અપાવશે. નોકરી કરનાર જાતકોને આ દરમિયાન પોતાની મહેનતનું ફળ મળશે. 

Banner Image
3/6
સિંહ રાશિ પર સૂર્ય ગોચરનો પ્રભાવઃ પ્રગતિનો યોગ
 સિંહ રાશિ પર સૂર્ય ગોચરનો પ્રભાવઃ પ્રગતિનો યોગ

સૂર્યનું ગોચર તમારા લગ્ન ભાવમાં થવા જઈ રહ્યું છે. તમારી રાશિમાં બુધ, શુક્ર અને સૂર્યનો ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. તેવામાં તમારા પ્રભાવમાં વધારો થશે. તમારૂ મનોબળ વધશે, જેનાથી તમે ઘણા કામ સરળતાથી કરવામાં સફળ રહેશો. આ દરમિયાન તમે ભાગીદારીમાં કોઈ કાર્ય કરવા ઈચ્છો છો તો તમારૂ નવું કામ શરૂ કરી શકો છો. બુધ અને શુક્રની સાથે હોવાથી આ રાશિના વેપારીઓ માટે સારો સમય રહેશે. સાથે તમને પિતા પાસેથી ધનલાભ થશે. 

4/6
વૃશ્ચિક રાશિ પર સૂર્ય ગોચરનો પ્રભાવઃ સરકારી ક્ષેત્રમાં થશે લાભ
 વૃશ્ચિક રાશિ પર સૂર્ય ગોચરનો પ્રભાવઃ સરકારી ક્ષેત્રમાં થશે લાભ

સૂર્યનું ગોચર વૃશ્ચિક રાશિના 10માં સ્થાન એટલે કે કર્મ સ્થાનમાં થવા જઈ રહ્યું છે. તેવામાં તેવામાં તમને નોકરીમાં પ્રગતિ મળવાનો મજબૂત યોગ બની રહ્યો છે. સાથે સરકારી ક્ષેત્રમાં પણ તમને લાભની સંભાવના છે. આ દરમિયાન તમે કોઈ વિદેશ યાત્રાએ જઈ શકો છો. પરીણિત લોકોને સસરા પક્ષ તરફથી ધનલાભ મળવાની સંભાવના છે. વેપારીઓને આ દરમિયાન કોઈ મોટી ડીલ મળી શકે છે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાથી વધુ મજબૂત થઈ જશે. 

5/6
ધન રાશિ પર સૂર્ય ગોચરનો પ્રભાવઃ ભાગ્યનો મળશે સાથ
 ધન રાશિ પર સૂર્ય ગોચરનો પ્રભાવઃ ભાગ્યનો મળશે સાથ

સૂર્યનું ગોચર ધન રાશિના જાતકોના નવમાં ભાવ એટલે કે ભાગ્ય ભાવમાં થવા જઈ રહ્યું છે. આ દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે. સાથે પૈતૃક સંપત્તિમાંથી લાભનો યોગ બનશે. ધર્મ કર્મના કાર્યમાં તમારૂ રૂચિ વધુ રહેવાની છે. આ સમયમાં તમે તીર્થ યાત્રા પર જઈ શકો છો. નોકરી કરનાર જાતકો અને વેપારીઓેને ઓછી મહેનતથી વધુ લાભ મળશે. સાથે જે લોકો નોકરી બદલવાના પ્રયાસમાં છે તેને આ સમયમાં સફળતા મળી શકે છે. કાર્યસ્થળ પર તમારા માન-સન્માનમાં વધારો જોવા મળશે. 

6/6
ડિસ્ક્લેમર
 ડિસ્ક્લેમર

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.  





Read More