PHOTOS

Surya Grahan 2024: 8 એપ્રિલે લાગશે 50 વર્ષનું સૌથી લાંબુ સૂર્ય ગ્રહણ, જોવા મળશે અદ્ભુત નજારો

Surya Grahan Kab Hota Hai 2024: વર્ષ 2024ના પ્રથમ ચંદ્ર ગ્રહણ અને સૂર્ય ગ્રહણ લાગવામાં હવે થોડા દિવસ બાકી છે. 25 માર્ચે હોળી પર ચંદ્ર ગ્રહણ લાગી રહ્યું છે અને 15 દિવસની અંદર 8 એપ્રિલે સૂર્ય ગ્રહણ લાગી રહ્યું છે. આ સૂર્ય ગ્રહણ છેલ્લા 50 વર્ષનું સૌથી લાંબુ સૂર્ય ગ્રહણ રહેવાનું છે.
 

Advertisement
1/5
સૂર્ય ગ્રહણ ક્યારે હોય છે?
સૂર્ય ગ્રહણ ક્યારે હોય છે?

જ્યારે સૂર્, ચંદ્રમા અને પૃથ્વી એક રેખામાં હોય અને ચંદ્રમા થોડા સમય માટે પૂર્ણ રૂપથી સૂર્યના પ્રકાશને ઢાંકી લે અને પૃથ્વી સુધી ન પહોંચવા દે ત્યારે સૂર્ય ગ્રહણ લાગે છે. તેનાથી સૂર્યનો પ્રકાશ ધરતી પર આવતો નથી અને અંધારૂ છવાય જાય છે, તેને સૂર્ય ગ્રહણ કહે છે.

2/5
સૌથી લાંબુ સૂર્ય ગ્રહણ
સૌથી લાંબુ સૂર્ય ગ્રહણ

8 એપ્રિલે લાગનાર સૂર્ય ગ્રહણ સૌથી લાંબુ રહેવાનું છે. તે છેલ્લા 50 વર્ષનું સૌથી લાંબુ પૂર્ણ સૂર્ય ગ્રહણ હશે. ખગોળશાસ્ત્રીઓ અનુસાર વર્ષ 2024નું પ્રથમ સૂર્ય ગ્રહણ લગભગ સાડા સાત મિનિટનું રહેશે. એટલે કે આ સમય દરમિયાન અંધારૂ રહેશે. ત્યારબાદ 2150માં સૌથી લાંબુ સૂર્ય ગ્રહણ લાગશે. 

Banner Image
3/5
સૂર્ય ગ્રહણ 2024નો સમય
સૂર્ય ગ્રહણ 2024નો સમય

સૂર્ય ગ્રહણ 8 એપ્રિલે બપોરે સવા 2 કલાકે શરૂ થશે અને 2 કલાક 25 મિનિટ સુધી રહેશે. આ વચ્ચે સાત મિનિટનો એવો સમય રહેશે, જ્યારે અંધારૂ છવાઈ જશે. 

4/5
સૂર્ય ગ્રહણની ભારત પર અસર
સૂર્ય ગ્રહણની ભારત પર અસર

8 એપ્રિલે લાગી રહેલું સૂર્ય ગ્રહણ મેક્સિકો, અમેરિકા, કેનેડા, મોન્ટાના, નોર્થ ડકોટા, સાઉથ ડકોટામાં જોવા મળશે. પરંતુ તે ભારતમાં દેખાશે નહીં. એટલે તેનો સૂતક કાળ પણ માન્ય હશે નહીં. 

5/5
સૂર્ય ગ્રહણમાં શું ન કરવું જોઈએ?
સૂર્ય ગ્રહણમાં શું ન કરવું જોઈએ?

હિન્દુ ધર્મમાં સૂર્ય ગ્રહણને સારૂ માનવામાં આવતું નથી. ગ્રહણ કાળમાં પૂજા-યજ્ઞ, ખાવું-પીવું, શુભ કાર્યો વર્જિત હોય છે. સાથે ગર્ભવતી મહિલાઓને સૂર્ય ગ્રહણ જોવાની મનાઈ હોય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)

 





Read More