PHOTOS

16 એપ્રિલે પિતા-પુત્ર બનાવશે શક્તિશાળી રાજયોગ, 3 રાશિવાળાને આકસ્મિક ધનલાભ થશે, વેપાર-કરિયરમાં જબરદસ્ત લાભ થાય!

્રહ કુંડળીમાં એક બીજાથી બીજા અને બારમાં ભાવમાં હોય કે પછી એક બીજાથી 30 ડિગ્રીના અંતરે હોય તો દ્વિદ્વાદશ યોગનું નિર્માણ થાય છે. સૂર્ય અન...

Advertisement
1/5

જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહોના રાજા સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે જેને અસર તમામ 12 રાશિના જાતકોના જીવન પર પડતી હોય છે. બીજી બાજુ કર્મફળ દાતા શનિ અઢી વર્ષે રાશિ પરિવર્તન કરે છે જેની અસર લાંબા સમય સુધી માનવ જીવન પર પડે છે. સૂર્ય અને શનિ પિતા પુત્ર છે. પરંતુ એક બીજા સાથે શત્રુતાનો ભાવ ધરાવે છે. હાલ શનિ મીન રાશિમાં છે. જ્યારે સૂર્ય પોતાની ઉચ્ચ રાશિ મેષમાં 14 એપ્રિલે પ્રવેશ કરશે. આ સાથે જ 16 તારીખે બંને ગ્રહ એકબીજાથી 30 ડિગ્રી પર હશે જેનાથી દ્વિદ્વાદશ યોગનું નિર્માણ થશે. આ શક્તિશાળી યોગના નિર્માણ થવાથી 12 રાશિઓના જીવનમાં કોઈને કોઈ પ્રકારે પ્રભાવ જોવા મળશે. પરંતુ 3 રાશિના જાતકોને બંપર લાભ થઈ શકે છે. જાણો કોણ છે તે લકી રાશિઓ....

2/5
મિથુન રાશિ
મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે દ્વિદ્વાદશ રાજયોગ અનુકૂળ સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતાની સાથે સાથે ધનલાભ થઈ શકે છે. આત્મ વિશ્વાસમાં ઝડપથી વધારો થઈ શકે છે. જેનાથી અનેક ક્ષેત્રોમાં ખુબ સફળતા મળી શકે છે. આ સાથે જ કાર્યસ્થળે તમે સારું પ્રદર્શન કરવામાં સફળ રહેશો. આર્થિક સ્થિતિ સારી રહેશે. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. વેપારમાં પણ ખુબ લાભ થઈ શકે છે. માતા પિતા , ગુરુ અને મેન્ટરનો પૂરેપૂરો સાથ મળી શકે છે. દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો. કોઈક સારા સમાચાર મળી શકે છે. 

Banner Image
3/5
કર્ક રાશિ
કર્ક રાશિ

કર્ક રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ આવી શકે છે. શનિના મીન રાશિમાં જવાથી આ રાશિના જાતકોને કંટક શનિની પનોતીથી છૂટકારો મલ્યો છે. જ્યારે બીજી બાજુ સૂર્ય ધન ભાવના સ્વામી થઈને ઉચ્ચ અવસ્થામાં કર્મ ભાવમાં પહોંચશે. આવામાં આ રાશિના જાતકોને નોકરી વેપારમાં બંપર લાભ થઈ શકે છે. સમાજમાં માન સન્માનમાં ઝડપથી વધારો થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર કરી શકો છો. નોકરીયાતોને લાભ થઈ શકે છે. પગાર વદારા સાથે પદોન્નતિ પણ થઈ શકે છે. પિતાનું સુખ મળશે. લાંબા સમયથી અટકેલા કામો ફરી શરૂ  થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય વીતી શકે છે. તમારા મોટાભાગના કામોમાં સફળતા મળી શકે છે. પૈતૃક સંપત્તિ મળવાના ચાન્સ છે. જીવનમા ખુશીઓનું આગમન થઈ શકે છે.   

4/5
કુંભ રાશિ
કુંભ રાશિ

આ રાશિના જાતકો માટે પણ સૂર્ય-શનિનો દ્વિદ્વાદશ યોગ ખુબ લાભકારી સિદ્ધ થઈ શકે છે. વેપારમાં ઉન્નતિના યોગ છે. નવો બિઝનેસ શરૂ કરવા માટે સારો સમય રહી શકે છે. જીવનસાથી સાથે સારો સમય વીતશે. જીવનસાથીના કારણે દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. આત્મ વિશ્વાસ વધશે. જેના કારણે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો. શનિ સાડા સાતીનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. જેનાથી તમારા જીવનમાં ધીરે ધીરે ખુશીઓનું આગમન થઈ શકે છે. તમે હરીફોને આકરી ટક્કર આપતા જોવા મળી શકો છો.   

5/5
Disclaimer:
Disclaimer:

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.





Read More