PHOTOS

Dwidwadash Yog 2025: બસ 10 દિવસની વાર પછી આ 7 રાશિઓનો દબદબો વધશે, સૂર્ય-શુક્રનો યોગ રાતોરાત ચમકાવશે ભાગ્ય

Dwidwadash Yog Rashifal: જ્યોતિષ ગણના અનુસાર 14 એપ્રિલ 2025 અને સોમવારે હિંદુ નવવર્ષની પહેલી સૂર્ય સંક્રાતિ છે જેને મેષ સંક્રાંતિ પણ કહેવાય છે. આ દિવસે સૂર્ય અને શુક્રનો દ્વિદ્વાદશ યોગ બનશે. આ યોગની સકારાત્મક અસર 7 રાશિઓ પર જોવા મળશે. 

Advertisement
1/7
મેષ રાશિ
મેષ રાશિ

14 એપ્રિલ પછીનો સમય અનુકૂળ રહેશે. સૂર્ય અને શુક્રનો દ્વિદ્વાદશ યોગ કરિયર અને વેપારમાં નવા અવસર ઊભા કરશે. મહેનત રંગ લાવશે. આર્થિક સ્થિતિ સુધરશે. રોમાંટિક જીવનમાં સુધારો થશે.   

2/7
વૃષભ રાશિ
વૃષભ રાશિ

માનસિક શાંતિ વધશે, સૂર્ય-શુક્રના પ્રભાવથી પરિવારમાં સુખ-શાંતિ વધશે. કાર્યક્ષેત્રમાં નવી તકો પ્રાપ્ત થશે. આ સમય સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારો રહેશે.   

Banner Image
3/7
કર્ક રાશિ
કર્ક રાશિ

કર્ક રાશિના લોકોના સંબંધો સારા થશે. સૂર્ય શુક્રનો દ્વિદ્વાદશ યોગ વ્યક્તિગત અને અંગત જીવનમાં સંતુલન જાળવવામાં મદદ કરશે. ભાગીદારીથી લાભ થશે. કાર્યોમાં સફળતા મળશે.   

4/7
સિંહ રાશિ
સિંહ રાશિ

આ સમય પારિવારિક અને માનસિક શાંતિ માટેનો છે. સૂર્ય શુક્રનો દ્વિદ્વાદશ યોગ આર્થિક સ્થિરતા આપશે. નોકરી કે વેપારમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો સમય છે. આર્થિક લાભ થશે.  

5/7
કન્યા રાશિ
કન્યા રાશિ

કન્યા રાશિને પણ દ્વિદ્વાદશ યોગ સારા પરિણામ અપાવશે. મોટી ડીલ થઈ શકે છે. વ્યક્તિગત જીવનમાં પણ ફેરફાર થશે. આ સમય સંબંધો માટે સારો છે. માનસિક રીતે સ્થિર અને શાંત રહેશો.   

6/7
ધન રાશિ
ધન રાશિ

ધન રાશિના લોકો માટે સમય સારો. કરિયરમાં સફળતા મળશે. આ સમયે નોકરી અને વેપારમાં લાભ થશે. માનસિક રીતે સ્થિતિ હળવી થશે.   

7/7
મકર રાશિ
મકર રાશિ

મકર રાશિ માટે સમય પારિવારિક દ્રષ્ટિએ સારો. સૂર્ય અને શુક્રનો પ્રભાવ કાર્યક્ષેત્રમાં નવી સંભાવના ઉત્પન્ન કરશે. આર્થિક લાભ વધશે. નોકરી અને વેપાર માટે 14 એપ્રિલ પછીનો સમય શુભ.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)  





Read More