PHOTOS

Photos : નિત્યાનંદના ઢોંગી સાધુઓની નકલી જટાનો ‘રાઝ’ ખૂલ્યો, રાતોરાત ઉભી થઈ છે લાંબી જટા

નિત્યાનંદ આશ્રમ (Nityanand Ashram) ના વિવાદ મામલે આશ્રમમાં એક લાંબી જટા ધરાવતો સાધુ સતત કેમેરામાં ક્લિક થયો હતો. ત્યારે નિત્યાનંદ આશ્રમના જટાધારી બાબાઓની સાથે નિત્યાનંદની જટા સાવ નકલી હોવાનો ખુલાસો થયો છે. આશ્રમમાં રહેતા સાધુ ઈશ્વર પિયાનંદાની, જેઓએ મીડિયા સમક્ષ ખૂબ રોષ ઠાલવ્યો હતો અને પોતે આધ્યાત્મિક હોવાનો ઢોંગ કરનાર આ સાધુ લાંબી લાંબી જટા રાખીને તો ફરે છે. પણ આ જટા પરિશ્રમથી અને તપસ્યાથી નહિ, પરંતુ બ્યૂટી ટ્રીટમેન્ટ લઈને બનાવાઈ છે તેવો ખુલાસો થયો છે. આ જટા હેર સલોનમાં ડ્રેડ લોક કરીને બનાવવામાં આવે છે. એટલે કે એમ કહીં શકાય કે આધ્યાત્મના નામે અહીં ઢોંગ અને ખોટો દેખાવ જ થઈ રહ્યો છે.

Advertisement
1/4
સાધુ ઈશ્વરપિયાનંદાની નામનો બાબાની જટા નકલી
સાધુ ઈશ્વરપિયાનંદાની નામનો બાબાની જટા નકલી

અમદાવાદના નિત્યાનંદ આશ્રમના નકલી બાબાની જટા પણ નકલી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ZEE 24 કલાકની તપાસમાં ખુલાસો થયો છે કે, નિત્યાનંદ સહિત તમામ સાધકો અને શિષ્યાઓ હેરસલૂનમાં ડ્રેડ લોક કરાવે છે. નિત્યાનંદ અને તેના ભક્તો માત્ર દંભ અને દેખાવો કરી રહ્યાં છે તેનો મોટો પુરાવો સામે આવ્યો છે. ઢોંગી સાધુ બનીને ફરનાર સાધુ ઈશ્વરપિયાનંદાની નામનો બાબાની જટા નકલી છે. આશ્રમમાં આવેલા વિદેશી અનુયાયીઓ તેને આ જટા બનાવી આવે છે. માત્ર ઈશ્વર પિયાનંદાનીને જ નહિ, પરંતુ અન્ય સાધુ અને સાધ્વીઓને પણ આ પ્રકારે જટા બનાવી આપવામાં આવે છે. 

2/4
સાધુ ઈશ્વરપિયાનંદાની નામનો બાબાની જટા નકલી
સાધુ ઈશ્વરપિયાનંદાની નામનો બાબાની જટા નકલી

થોડા સમય પહેલા ઈશ્વર પિયાનંદાનીના માથા પર સામાન્ય વાળ હતા, પરંતુ હવે તેમના માથા પર લાંબી જટાઓ દેખાઈ રહી છે. સીસીટીવીથી જે પુષ્પક સિટી વિવાદમાં આવી છે, ત્યાં આ બાબા પોતાનું ઘર ધરાવે છે. પોતાની પત્ની અને બાળકો સાથે તેઓ ત્યા રહે છે. બાળકોને તેમના ઘરથી જ ડીપીએસની ગાડીમાં લાવતામાં આવતા હતા. 

Banner Image
3/4
કેવી રીતે બનાવાય છે જટા
કેવી રીતે બનાવાય છે જટા

આ માટે ખાસ ટ્રીટમેન્ટ હોય છે. નેચરલ વાળ પર લાંબી જટા ફીટ કરવામાં આવે છે. અત્યાર સુધી તમામ લોકોના મનમાં એવુ હતું કે, સાધકો સંન્યાસી જીવન જીવી રહ્યા હતા તેથી તેમની જટા લાંબી હતી. પણ હકીકત તો એ છે કે આ જટા બ્યૂટી ટ્રીટમેન્ટ દ્વારા રાતોરાત ઉભી થઈ શકે છે. ડ્રેડ લોકથી સરળતાથી પાંચથી 6 કિલોની જટા બનાવી શકાય છે. 

4/4
અન્ય સાધુ-સાધ્વીઓએ પણ આ રીતે જટા બનાવી છે
અન્ય સાધુ-સાધ્વીઓએ પણ આ રીતે જટા બનાવી છે

વિવાદ ખૂલતા જ પહેલા દિવસે સાધુ ઈશ્વરપિયાનંદાનીએ મીડિયા સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. નિત્યાનંદ આશ્રમમાં અનેક સાધકોની જટા આવી રીતે જ બનાવવામાં આવી છે. આશ્રમ દ્વારા લોકોના માનસ પર સાધુ સંતોની ખોટી ઈમેજ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આશ્રમમાં મોટી સંખ્યામાં વિદેશીઓ આવે છે. ઉલ્લેખનીય છે કે, આશ્રમમાં બાળકોને ગોંધી રાખાવાના મામલામાં બે સાધ્વીઓ પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વની ધરપકડ કરવામાં આવી છે. 





Read More