ટોક્યો: આજના સમયમાં મોંઘવારીના લીધે દરેક જણ પરેશાન છે અને જો ભાડા પર ઘર લેવા જઇએ તો દર મહિને મોટી રકમ ચૂકવવી પડે છે, પરંતુ શુ જો ફક્ત 65 રૂપિયામાં તમને ભાડે લક્સરી (Luxury Flat) મળી જાય. સ્વીડિશ ફર્નીચર કંપની આઇકિયા (Ikea) જાપાનની રાજધાની ટોક્યો (Tokyo) માં એક એપાર્ટમેન્ટને ફક્ત 99 યુઆન એટલે લગભગ 0.87 ડોલર એટલે કે લગભગ 65 રૂપિયા પ્રતિમાહના ભાડે આપી રહી છે.
આ એપાર્ટમેન્ટ ટોક્યોના શિંજુકુ જિલ્લામાં સ્થિત છે અને તેમાં 107 વર્ગ ફૂટનો એક કેમેરો છે. આ એપાર્ટમેન્ટ ખૂબ નાનો છે, પરંતુ તેમાં ઘણી લક્સરી સુવિધાઓ આપવામાં આવી રહી છે આટલા સસ્તામાં ભાડે આપવાની ટ્રિકને માર્કેટિંગ સ્ટ્રેટજીના રૂપમાં જોવામાં આવી રહી છે.
એપાર્ટમેન્ટને સ્વીડિશ ફર્નીચર કંપની આઇકિયા (Ikea) ના ફર્નીચરથી સંપૂર્ણ રીતે સુસજ્જિત કરવામાં આવ્યું છે. આ એપાર્ટમેન્ટ 15 ડિસેમ્બર 2021 થી 15 જાન્યુઆરી 2023 સુધી લીઝ પર આપવામાં આવશે.
ઇચ્છુક ભાડુઆત આઇકિયા (Ikea) ફેમિલી પ્રોફાઇલ માટે સાઇન અપ કરીની અરજી કરી શકે છે, જેની ઉંમર 20 વર્ષથી વધુ હોય. આ એપાર્ટમેન્ટ માટે 3 ડિસેમ્બર સુધી અરજી સ્વિકાર કરવામાં આવશે.
આઇકિયાના રૂમમાં એક નાનકડું ડેસ્ક અને સોફો છે અને ઉપર રાખેલા સામાન સુધી પહોંચવા મઍટે એક નાનકડી સીડીનો ઉપયોગ કરવામાં આવી શકે છે. ભાડુઆત આ નાનકડા એપાર્ટમેન્ટમાં બનેલા બેડરૂમમાં આરામથી સુઇ શકે છે. એપાર્ટમેન્ટમાં શેલ્ફ સ્પેસ, નાનકડી તિજોરી, એક વોશિંગ મશીન, કિચન સ્પેસ અને ટોયલેટ-બાથરૂમ બનેલું છે.
કંપનીની વેબસાઇટનો દાવો છે કે નાનકડા એપાર્ટમેન્ટનો ઉદ્દેશ્ય વર્ટિકલ સ્પેસને રૂમના સ્વરૂપમાં ઉપયોગ કરવાનો છે અને આઇકિયા (Ikea) કંપની તેને ટાઇની હોમ કેમ્પેન હેઠળ પ્રમોટ કરી રહી છે.