PHOTOS

લોકોને સ્થાયી થવા માટે બોલાવી રહ્યા છે દુનિયા આ ખુબસુરત દેશ, સાથે જ આપશે ઘર અને રૂપિયા!

Opportunity to Settle Abroad: આપણામાંથી ઘણા લોકો વિદેશમાં સ્થાયી થવા માંગે છે. પરંતુ ક્યારેક દસ્તાવેજોનો અભાવ અવરોધ બની જાય છે અને ક્યારેક રૂપિયા. જો તમારું પણ આવું જ સ્વપ્ન છે તો આ સમાચાર તમારા માટે છે.

Advertisement
1/7
ખુબસુરત દેશમાં સ્થાયી થવાનો મોકો
ખુબસુરત દેશમાં સ્થાયી થવાનો મોકો

જો તમે પણ એક ખુબસુરત દેશમાં સ્થાયી થવાનું વિચારી રહ્યા છો, તો વિશ્વના આ ત્રણ દેશો તમારા માટે બેસ્ટ ઓપ્શન બની શકે છે. આ સ્ટોરીમાં અમે તમને એવા દેશો વિશે જણાવીશું જ્યાં લોકોને સ્થાયી થવાની તક આપી રહ્યા છે.

2/7
કન્ટેન્ટ ક્રિએટરે વીડિયો શેર કર્યો
કન્ટેન્ટ ક્રિએટરે વીડિયો શેર કર્યો

સોશિયલ મીડિયા પર એક કન્ટેન્ટ ક્રિએટર અને ફાઇનાન્સ એક્સપર્ટ કેસ્પર ઓપાલાએ એક વીડિયો શેર કર્યો જેમાં તેમણે જણાવ્યું કે, દુનિયાના આ ત્રણ ખુબસુરત દેશ લોકોને અહીં સ્થાયી થવા માટે ઘર અને રૂપિયા આપી રહ્યા છે. ચાલો જાણીએ આ દેશો વિશે.

Banner Image
3/7
એન્ટિકિથેરા આઈલેન્ડ, ગ્રીસ
એન્ટિકિથેરા આઈલેન્ડ, ગ્રીસ

આ લિસ્ટમાં પહેલું નામ ગ્રીસના નાના ટાપુ એન્ટિકિથેરા આઈલેન્ડનું છે. જ્યાં ફક્ત 39 લોકો રહે છે. આ સ્થળ તેની સફેદ ઇમારતો, સાફ વાદળી સમુદ્ર, ગુફાઓ, પહાડો માટે જાણીતું છે પરંતુ અહીં વસ્તી ઘટી રહી છે.

4/7
સ્થાયી થવા માટે રૂપિયા
સ્થાયી થવા માટે રૂપિયા

ધ ટ્રાવેલના રિપોર્ટ મુજબ, આ ટાપુ પર સ્થાયી થવા માટે 5 પરિવારોને ઘર અને કેટલાક રૂપિયા આપવામાં આવશે. જો તમારી પાસે બેકરી ચલાવવાનું કે માછીમારી કરવાનું કૌશલ્ય હશે, તો તમને પ્રાથમિકતા આપવામાં આવશે.

5/7
આલ્બિનેન, સ્વિટ્ઝર્લેન્ડ
આલ્બિનેન, સ્વિટ્ઝર્લેન્ડ

સ્વિટ્ઝર્લેન્ડ પોતાની ખુબસુરત જગ્યા આલ્બિનેનમાં સ્થાયી થવા માટે લોકોને મોટી રકમની ઓફર કરી રહ્યું છે. ટ્રાવેલર 365 મુજબ, જો ચાર જણનો પરિવાર અહીં રહેવા આવે છે, તો તેમને લગભગ 60,000 ડોલરની સહાય આપવામાં આવશે.

6/7
પ્રેસિચે, ઇટલી
પ્રેસિચે, ઇટલી

ઇટલીના પ્રેસિસ શહેરમાં ઘણા ખાલી મકાનો છે જ્યાં લોકોને વસાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. CNNના રિપોર્ટ મુજબ, આ ખાલી મકાનોમાં રહેવા માટે 30,000 ડોલરની મદદ આપવામાં આવી રહી છે.

7/7

(Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી મળેલા નવીનતમ અપડેટ્સ પર આધારિત છે. Z 24 કલાક આ વાતની પુષ્ટિ કરતું નથી.)





Read More