સબ ટીવી પર પ્રસારિત થતા ચર્ચિત કોમેડી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે.
આ અંગે લિડિંગ એન્ટરટેઈન્મેન્ટ પોર્ટલ કોઈમોઈના હાલના એક રિપોર્ટથી આ જાણકારી મળી છે. રિપોર્ટનું માનીએ તો નીકટના સૂત્રએ જણાવ્યું છે કે સેટ પર શૈલેષ લોઢા અને દિલિપ જોશી એકબીજા સાથે વાત કરતા નથી. બંને વચ્ચે અંતર આવી ગયું છે. સૂત્રએ કહ્યું કે 'દિલિપ જોશી અને શૈલેષ લોઢા એક બીજાથી અંતર જાળવે છે. તેઓ આવે છે અને પોત પોતાના સીન સાથે શૂટ કરે છે અને ત્યારબાદ બંને પોતાની વેનિટી વાનમાં જતા રહે છે. બંને વચ્ચે ભૂતકાળમાં કોઈ મનમોટાવ થયો છે જેના પર બંને વાત કરવાનું પસંદ કરતા નથી.'
સૂત્રએ જણાવ્યું કે બંને સાથે કામ કરે છે, શૂટ કરે છે પરંતુ વાતચીત કરતા નથી. સૂત્રએ કહ્યું કે 'શૈલેષ લોઢા અને દિલ્પી જોશી ખુબ પ્રોફેશનલ છે. તેમની કામ કરવાની રીતથી ક્યારેય તમે અંદાજો નહીં લગાવી શકો કે બંને વચ્ચે કોઈ મનમોટાવ હશે. જેનાથી ખબર નહીં પડે કે અસલ જીવનમાં બંને એકબીજા સાથે વાતચીત કરતા નથી. જ્યારે અસલમાં તો બિલકુલ ઉલ્ટુ છું. બંને એકબીજાને જોઈને હસતા પણ નથી. બંને ફક્ત પોતાનું કામ કરે છે.'
અત્રે જણાવવાનું કે આ ટીવી શો વર્ષોથી નાના પડદે રાજ કરી રહ્યો છે. હાલમાં જ આ ટીવી શોના યુનિટે 3100 એપિસોડ પૂરા થયાની ઉજવણી પણ કરી હતી. આ ટીવી શો દર્શકોનું ખુબ મનોરંજન કરે છે. આ જ કારણ છે કે આ ટીવી શો વર્ષોથી ટીઆરપીની રેસમાં મજબૂત પકડ ધરાવી રહ્યો છે.