Taarak Mehta Ka Ooltah Chashmah: ફેમસ સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બબીતાજી એટલે કે અભિનેત્રી મુનમુન દત્તા હંમેશા ચર્ચામાં રહે છે. તાજેરમાં જ તે જાતિસૂચક શબ્દ બોલવાના કારણે વિવાદમાં ફસાઈ હતી. પરંતુ હવે તે વિવાદના કારણે નહીં પરંતુ એક ગ્લેમરસ ફોટોશૂટના કારણે ચર્ચામાં છે.
બબીતાજી એટલે કે અભિનેત્રી મુનમુન દત્તાની એક કે બે નહીં પરંતુ અનેક લાજવાબ તસવીરો હાલ વાયરલ થઈ છે. જેને જોઈને ફેન્સ આફરીન પોકારી ગયા છે.
મુનમુન દત્તાએ તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે 'પરફેક્ટલી ઈમપરફેક્ટ'. મુનમુનની સ્ટાઈલ તસવીરોમાં શાનદાર જોવા મળી રહી છે.
મુનમુન દત્તાએ ફ્લોરલ બ્લેઝર પહેર્યું છે. જેને તેણે ગોલ્ડન મેટલ બેલ્ટ સાથે સ્ટાઈલ કર્યું છે. તેનો લુક ખુબ જ પ્રોફેશનલ અને કોર્પોરેટ સ્ટાઈલનો છે.
મુનમુન દત્તાની આ તસવીરો પર ફેન્સની સાથે સાથે જેઠાલાલના પુત્ર ટપુની પણ કોમેન્ટ આવી છે. સિરિયલમાં ટપુનું પાત્ર ભજવતા રાજ અનડકટે મુનમુનના વખાણ કરતા 'વાઉ' લખ્યું છે.
મુનમુન દત્તા, બબીતાજીના રોલમાં ગ્લેમરસ મહિલાની ભૂમિકા ભજવી રહી છે. આ તસવીરો તેના રોલ સાથે મેળ પણ ખાય છે. મુનમુનના શોર્ટ હેર લુક પર જામી રહ્યા છે.
અત્રે જણાવવાનું કે મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. છાશવારે પોતાની ખુબસુરત તસવીરો પોસ્ટ કરે છે. ફેન્સને પણ તેની તસવીરો ખુબ ગમે છે. મુનમુન દત્તા વર્ષ 2008થી TMKOC નો ભાગ છે.