સોનુની આ તસવીરો હાલ ખુબ વાયરલ થઈ રહી છે. ફેન્સનું કહેવું છે કે ભોળી સોનું હવે બદલાઈ ગઈ છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સોનુ એટલે કે નિધિ ભાનુશાળીએ જંગલ વચ્ચે પડાવેલી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં હિપ્પી કહો કે જિપ્સી લૂકમાં નિધિ જોવા મળી રહી છે.
નિધિ ખુબ બોલ્ડ પણ થઈ ગઈ છે. આ તસવીરો તેના કોઈ ટ્રેકિંગ-કેમ્પિંગ ટ્રિપની છે. તસવીરોમાં નિધિ જંગલોમાં તેના સાથે એટલે કે પેટ ડોગ સાથે ઘૂમતી જોવા મળે છે.
નિધિએ અલગ અલગ નેચરલ સાઈટ્સથી પોતાની તસવીરો પોસ્ટ કરી છે. નિધિનો દેખાવ જ એકદમ બદલાયેલો લાગે છે. સીધી સાદી દેખાતી નિધિ હવે અલગ જ જોવા મળે છે.
નિધિએ પોતાના વાળમાં ડ્રેડલોક્સ કરાવ્યા છે. આ સાથે જ તેણે નોઝ પિયરસિંગ પણ કરાવ્યું છે. હવે તે ખુબ બોલ્ડ અને રિવિલિંગ આઉટફિટ કેરી કરવા લાગી છે.
નિધિને જોઈને લાગે છે કે તે ખુબ એડવન્ચરસ છે. નિધિની દરેક અદા ફેન્સને ખુબ ગમે છે. અનેક ફેન્સ કહે છે કે ભીડેને છોકરી સોનુ હવે ખુબ બદલાઈ ગઈ છે. અત્રે જણાવવાનું કે તેનો એક વીડિયો પણ ખુબ વાયરલ થયો હતો જેમાં તે જંગલો વચ્ચે બિકિનીમાં સ્વિમિંગ કરતી જોવા મળી હતી.
નિધિ ભાનુશાળી હાલ નાના પડદાથી દૂર છે. છેલ્લે તે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ભીડેની દીકરી સોનુના પાત્રમાં જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર તે ખુબ એક્ટિવ રહે છે.