'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ની એક્ટ્રસ રીટા રિપોર્ટરે બીજી વખત લગ્ન કર્યા છે. તેના આ લગ્નમાં શોના ઘણા સ્ટાર પહોંચ્યા અને સાથે જ જૂની સોનુ એટલે કે નિધિ ભાનુશાળી પહોંચી હતી. તેના હાલ જોઈને બધા સ્તબ્ધ થઈ ગયા.
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ફેમ એક્ટ્રેસ રીટા રિપોર્ટર એટલે પ્રિયા આહુજા (Priya Ahuja) એ 20 તારીખના પતિ સાથે બીજી વખત લગ્ન કર્યા છે. આ લગ્નમાં શોના ઘણા કેરેક્ટર્સ પહોંચ્યા, પરંતુ સૌ કોઈની નજર જુની સોનુ પર જ હતી.
ક્યારેક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) માં સોનુનું પાત્ર ભજવનાર નિધિ ભાનુશાળી (Nidhi Bhanushali) નો રંગ રૂપ અલગ જ હતો. પરંતુ લગ્નમાં તે એકદમ અલગ જોવા મળી રહી છે.
મહેંદીના ફોઝોટમાં પણ નિધિ (Nidhi Bhanushali) એ એવી સાડી પહેરી કે બસ. તેની તસવીરો જોઈ સ્પષ્ટ જાણી શકાય છે કે, તેને આ વાતથી કોઈ ફરક પડતો નથી કે તે કેવી દેખાઈ રહી છે. તેને બસ માત્ર તે ક્ષણ એન્જોય કરવી છે.
નિધિ (Nidhi Bhanushali) એ તેના ઇન્સ્ટાગ્રામ પર લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેની સ્ટાઇલ ખૂબ જ શાનદાર લાગી રહી છે. અભિનેત્રી તેની સાડીથી લઈને લહેંગા સુધી ઘણી હેડલાઈન્સ બનાવી રહી છે.
તમને જણાવી દઈએ કે, નિધિ ભાનુશાલી (Nidhi Bhanushali) હજુ પણ શોની કાસ્ટ સાથે ખૂબ જ જોડાયેલ છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ના ગોલી સાથેની તેની મિત્રતા ખૂબ જ મજબૂત છે અને તે પ્રિયા આહુજાને પોતાની બહેન માને છે.