Khushbu Patel Photos: ફેમસી ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દર્શકો માટે ખુશખબર આવી છે. કારણ કે, સોશિયલ મીડિયા પર મેકર્સ દ્વારા પોપટલાલના લગ્નની ડિમાન્ડ સામે આવ્યા બાદ હવે શોમાં નવું ટ્વિસ્ટ જોવા મળશે. હવે એવુ લાગી રહ્યુ છે કે લગ્ન માટે ઝઝૂમી રહેલા પોપટલાલના લગ્ન થઈ જશે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આખરે એ દિવસ આવી ગયો જેની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ વખતે લાગે છે કે પોપટલાલ ઘોડી પર ચઢશે અને આ લગ્ન થશે. બીજી તરફ પોપટલાલ કી દુલ્હનિયા પણ સ્ટાઈલમાં ઓછી નથી. વિશ્વાસ ન આવતો હોય તો જુઓ તેની આ ખાસ તસવીરો..
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પોપટલાલના લગ્નની પુષ્ટિ કરવામાં આવી છે. પોપટલાલ વર્ષોથી જેની રાહ જોઈ રહ્યા હતા તે સમય હવે સામે આવી ગયો છે. બંને પરિવાર તરફથી હા થઈ ગઈ છે અને હવે લગ્ન થવાના છે.
શોના તાજેતરના એપિસોડમાં તમે પોપટલાલની આગામી દુલ્હનિયા પ્રતિક્ષાને પહેલેથી જ મળી ચૂક્યા હશો. જ્યારે, હવે અમે તમને આ ભૂમિકા ભજવનાર ખુશ્બુ પટેલનો પરિચય કરાવીએ છીએ. જે વ્યવસાયે મોડલ અને અભિનેત્રી છે.
ખુશ્બુ પટેલના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલી તસવીરો જોઈને ખબર પડે છે કે ખુશ્બુ ખૂબ જ સ્ટાઇલિશ છે અને ટ્રાવેલિંગની પણ શોખીન છે. તેની વેકેશનની ઘણી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર ઉપલબ્ધ છે.
ઈન્ડિયનથી માંડીને વેસ્ટર્ન આઉટફિટ્સમાં ખુશ્બૂ પટેલ ખૂબ જ સારી લાગે છે અને તેની સ્ટાઈલ જોઈને લાગે છે કે તે શોમાં બબીતા જી એટલે કે મુનમુન દત્તાની સ્ટાઈલને ઘણી ટક્કર આપવા જઈ રહી છે. વેલ, શોમાં તેની એન્ટ્રી કાયમી છે કે કામચલાઉ છે તેની કોઈને જાણ નથી.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ખુશ્બુ પટેલ પ્રતિક્ષાના રોલમાં ખૂબ જ શરમાળ છોકરીનો રોલ કરી રહી છે. જેના લગ્ન પોપટલાલ સાથે થવાના છે. પરંતુ રિયલ લાઈફમાં ખુશ્બુ પટેલ ખૂબ જ શાનદાર અને સ્ટાઇલિશ છે.