Taarak Mehta Ka Ooltah Chashmah Actros Look Changed : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છેલ્લા 15 વર્ષથી નોનસ્ટોપ દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. શોના જો કે પાંચ પાત્રો એવા છે કે જેમની આ 15 વર્ષમાં કાયાપલટ થઈ ગયેલી છે. તેમનો અંદાજ બદલાયેલો જોવા મળી રહ્યો છે.
દિલીપ જોશી છેલ્લા 15 વર્ષથી શોમાં જેઠાલાલનું પાત્ર ભજવી રહ્યા છે. આ 15 વર્ષમાં તેમનો લૂક એકદમ બદલાઈ ગયો છે. એટલું જ નહીં તેમના બોલવાના હાવભાવ પણ બદલાયેલા જોવા મળી રહ્યા છે. સમયની સાથે પાત્રમાં ગંભીરતા લાવવાની કોશિશ કરાઈ છે.
દિશા વાકાણી પણ શોનો અતૂટ હિસ્સો રહી ચૂકી છે. ભલે કેટલાક વર્ષોથી દેખાતી નહોય પરંતુ દયાબેનનો રોલ તેનાથી અલગ હોઈ શકે નહીં. તેનો લૂક પણ અત્યાર સુધીમાં ઘણો બદલાઈ ગયો છે. ત્યારના રીલ અને આજના રીલ લૂકમાં જમીન આકાશનો ફરક છે.
ગોકુલધામ સોસાયટીના એકમાત્ર સેક્રેટરી આત્મારામ ભીડેની આ તસવીર જોઈને તમે પણ ચકરાઈ ગયા હશો. કારણ કે સૌથી વધુ ફેરફાર તેમનામાં જ આવ્યો છે. મંદાર ચંદવાદકર 2008થી આ શો સાથે જોડાયેલા છે. ભલે તેમનો લૂક બદલાઈ ગયો હોય પરંતુ પાત્ર હજુ આજે પણ એવું જ છે.
બબીતાજીને જોઈને તો ઓળખવા પણ મુશ્કેલ લાગે છે. મુનમુન દત્તાનું 15 વર્ષમાં ઘણું ટ્રાન્સફોર્મેશન થયું છે. જેને જોઈને દરેક જણ દંગ રહી જાય છે. જો કે એવું કહી શકાય કે તે પહેલા કરતા સ્ટાઈલિશ અને ગ્લેમરસ બની ચૂકી છે.
કોમલભાભી પણ ઘણા બદલાયેલા છે. 15 વર્ષમાં તેમનો લૂક પણ ઘણો બદલાઈ ગયો છે. એક્ટિંગના અંદાઝમાં પણ ફેરફાર જોવા મળે છ. વર્ષોથી આ રોલ નિભાવી રહેલી અભિનેત્રી આજે આ પાત્રમાં જાણે સંપૂર્ણ ઢળાઈ ચૂકી છે.