Skin Care Tips: સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રકારની બ્યુટી ટિપ્સ વાયરલ થતી રહે છે. ઈન્ફ્લુએન્સરથી લઈને સેલિબ્રિટી સુધી દરેક વ્યક્તિ આ બ્યુટી ટિપ્સ અજમાવતા અથવા શેર કરતા જોવા મળે છે.
આ સાંભળીને ઘણા લોકો ચોંકી ગયા, કેટલાકે તો તેની મજાક પણ ઉડાવી. પરંતુ શું ખરેખર આવું થાય છે? આ વિશે નિષ્ણાતોનો શું અભિપ્રાય છે, તેના વિશે આ સમાચારમાં અમે તમને જણાવીશું.
તમન્ના ભાટિયાના મતે સવારની લાળથી પિમ્પલ્સ મટી શકે છે. આના વિશે ફેશિયલ કોસ્મેટિક સર્જન ડો. સપના વડેરાનું કહેવું છે કે, લાળમાં એવા ગુણ હોય છે, જેનાથી અમુક ઉત્સેચકો અથવા બેક્ટેરિયા સામે લડી શકે છે. પરંતુ આ લાંબા સમય સુધી ત્વચાને ફાયદો કરી શકતું નથી. જ્યારે ચહેરા પર થૂંક લગાવવાથી ઈન્ફેક્શનનો ખતરો પણ વધી શકે છે.
સોશિયલ મીડિયા પર દરરોજ હજારો બ્યુટી હેક્સ જોવા મળે છે, જેના પર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ. ખાસ કરીને જો તમારી ત્વચા સંવેદનશીલ હોય, તો કોઈપણ બ્યુટી હેક્સ અપનાવતા પહેલા પ્રોફેશનલ સ્કિન નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. દરેક વ્યક્તિની ત્વચા અલગ-અલગ હોય છે, તેથી ઈન્ફ્લુએન્સર અથવા સેલિબ્રિટીને જોઈને તેમની સ્કિન કેર ટિપ્સને ફોલો કરવું નુકસાનકારક હોઈ શકે છે.
પિમ્પલ્સ મટાડવા માટે ઘરેલું નુસખાનો ઉપયોગ કરવો વધુ સારું છે. તમે પિમ્પલ્સ પર એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. તેના અન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ પિમ્પલ્સને ઝડપથી મટાડે છે. આ સાથે પાણીમાં એપલ સાઈડર વિનેગર મિક્સ કરીને લગાવવાથી બેક્ટેરિયા મરી જાય છે અને ડાઘ ઓછા થાય છે. હળદર અને મધનો ઉપયોગ ત્વચામાંથી બેક્ટેરિયા દૂર કરવા અને પિમ્પલ્સ દૂર કરવા માટે પણ કરી શકાય છે.
ચાલો તમને જણાવી દઈએ કે, પિમ્પલ્સ થાય ત્યારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જ્યારે તમને પિમ્પલ્સ થાય છે, ત્યારે તમારે સ્કિનને વારંવાર સ્પર્શ ન કરવી જોઈએ અથવા પિમ્પલ્સ જાતે ફોડવાનો પ્રયાસ ન કરવો જોઈએ. જ્યારે તમને પિમ્પલ્સ થાય છે, ત્યારે તમારે સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ અને સ્કિન માટે હળવા પ્રોડક્ટસનો પણ ઉપયોગ કરવો જોઈએ.
અહીં આપેલી માહિતી ઘરેલું નુખસા અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા, ડોક્ટરની સલાહ લો. Z 24 કલાક આની પુષ્ટિ કરતું નથી.