સાઉથ ફિલ્મ અભિનેત્રી તમન્ના ભાટિયા (Tamannaah Bhatia)એ તાજેતરમાં જ કોરોના વાયરસ જેવી ખતરનાક બિમારીને માત આપી છે. આ સાથે જ તમન્ના ભાટીયા પોતાના રૂટીન વર્કમોડમાં પરત આવી ગઇ છે.
તમન્ના ભાટીયાએ જાણિતા ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના કલેક્શનની આ સુંદર સાડી પસંદ કરી છે.
જોકે ગત થોડા દિવસો પહેલાં અભિનેત્રી હૈદ્બાબાદમાં એક ખાસ ઇવેંટમાં ભાગ લેવા માટે ગઇ હતી, જ્યાં અભિનેત્રીએ આ શિમરી સાડીમાં ચાર ચાંદ લગાવ્યા હતા.
તમન્ના ભાટીયાની આ તસવીરો પર ફેન્સ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.
પુત્રી શ્રૃતિ હસને પણ તસવીરો પર કમલ હસનની પુત્રી શ્રૃતિ હસને પણ કોમેન્ટ કરી ખૂબ પ્રશંસા કરી છે.
તમને જણાવી દઇએ કે તાજેતરમાં જ કોરોના વાયરસ જેવી બિમારીને ધૂળ ચટાડી દીધી છે. અભિનેત્રી એક ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત હતી જ્યાં તે આ બિમારીનો શિકાર બની હતી. આ પહેલાં તેમનો પરિવાર પણ કોરોના વાયરસનો શિકાર થયો હતો.
તમન્ના ભાટીયાના વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી નવાજુદ્દીન સિદ્દિકીની હોમ પ્રોડ્ક્શન ફિલ્મ બોલે ચૂડિયાં જલદી જ જોવા મળશે. (ફોટો સાભાર: તમામ તસવીરો તમના ભાટીયાના ઇંસ્ટાગ્રામ પરથી લેવામાં આવી)