ઝી બ્યૂરો, અમદાવાદઃ તારક મહેતામાં જેઠલાલ (Jethalal) ની ફેવરિટ બબીતા (Babita) જી પોતાના ગ્લેમરસ અવતારના કારણે જાણીતી છે. પરંતુ શું તમે જાણો છો કે, જેઠલાલ(Jethalal) જ મુનમુન દત્તાને બબીતા(Babita)જી બનાવ્યા છે. કારણ કે દિલીપ જોશીએ જ મુનમુનને તારક મહેતામાં ભૂમિકા અપાવી હતી. એક સમયે આકાશવાણીમાં કામ કરતી હતી બબીતાજી, જેઠલાલ (Jethalal) ના કહેવાથી મળ્યો હતો તારક મહેતામાં રોલ.
ટીવીની દુનિયામાં મુનમુન દત્તા મોટું નામ છે. એક્ટ્રેસ પોતાના ગ્લેમરસ અવતાર માટે જાણીતી છે. કૉમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતા(Babita)જીનો રોલ પ્લે કરીને તેણે દર્શકોનો દિલમાં ખાસ જગ્યા બનાવી છે. જેમાં તેમની જેઠલાલ(Jethalal) એટલે કે દિલીપ જોશી સાથે જોડી ખૂબ જામે છે. પરંતુ શું તમને ખબર છે કે મુનમુનની કરિયરને આ ઉંચાઈએ પહોંચાડવા પાછળ દિલીપ જોશીનો મોટો હાથ છે.
મુનમુન દત્તાનો જન્મ 28 સપ્ટેમબર , 1987ના પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં થયો હતો. તેમણે ઈંગ્લિશમાં માસ્ટર ડિગ્રી લીધી છે. તે દૂરદર્શનમાં આકાશવાણી માટે ચાઈલ્ડ સિંગર તરીકે પર્ફોર્મ કરતી હતી. જે બાદ તે પુણે શિફ્ટ થઈ જ્યાં તે ફેશન શોમાં પાર્ટિસિપેટ કરતી હતી. મુંબઈ આવી અને તેણે હમ સબ બારાતી સીરિયલથી પોતાનું ડેબ્યુ કર્યું. જેમાં દિલીપ જોશીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. અહીં જ બંનેની મુલાકાત થઈ.
'Taarak Mehta' ફેમ મુનમુન દત્તાની ધરપકડની માંગ, અભિનેત્રીએ માંગી માફી, જાણો શું છે વિવાદ
જ્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની શરૂઆત થઈ ત્યારે જેઠલાલ(Jethalal)ના કહેવા પર જ મુનમુન દત્તાને શોમાં બબીતા(Babita)ની ભૂમિકા ભજવવા માટે રાખવામાં આવી હતી. તે શરૂઆતથી જ સીરિયલનો ભાગ છે. અને તેના પાત્રને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે.
જણાવી દઈએ કે મુનમુન દત્તા ફિલ્મો પણ કરી ચુકી છે. વર્ષ 2006માં તેમણે કમલ હાસનની ફિલ્મ મુંબઈ એક્સપ્રેસથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. બાદમાં તે ફિલ્મ હોલીડેનો પણ ભાગ રહી હતી.
Bollywood Actress ને ફિલ્મ મેકરે કહ્યું તારા કપડાં ઉતાર, તારું આખું શરીર જોયા પછી તને રોલ આપીશ!
મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. ચાહકો તેની પોસ્ટની રાહ જોતા હોય છે. તે પોતાની એક્ટિવિટીઝ ફોટોના માધ્યમથી ચાહકો સાથે શેર કરતી રહે છે. તેની પોસ્ટને ઘણી જ પસંદ કરવામાં આવે છે.