PHOTOS

ટીમ ઈન્ડિયાના આ 2 ખેલાડી બની રહ્યા છે લાઈફ પાર્ટનર, આ તારીખે થશે લગ્ન

Team India Players Marriage : ટીમ ઈન્ડિયાના બે ખેલાડી એકબીજાના જીવનસાથી બનવા જઈ રહ્યા છે. લગ્નની કંકોત્રી પણ છપાઈ ગઈ છે. જે મુજબ બંનેના લગ્ન 21 માર્ચે જલંધરના મોડલ ટાઉન સ્થિત ગુરુદ્વારા સિંહ સભામાં યોજાશે. બંને પરિવારના લોકો લગ્નની તૈયારીઓમાં જોડાઈ ગયા છે.

Advertisement
1/7

ટીમ ઈન્ડિયાના બે દિગ્ગજ ખેલાડી 21 માર્ચે એકબીજાના લાઈફ પાર્ટનર બનવા જઈ રહ્યા છે. બંનેના લગ્ન જલંધરના મોડલ ટાઉનમાં આવેલ ગુરુદ્વારા સિંહ સભામાં યોજાશે. 

2/7

ભારતીય હોકી ટીમના બે દિગ્ગજ ખેલાડીઓ લગ્ન કરવા જઈ રહ્યા છે. બંને ખેલાડીઓએ ઓલિમ્પિકમાં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું છે. પંજાબના ઓલિમ્પિયન મનદીપસિંહ અને હરિયાણાના હિસારની રહેવાસી ઉદિતા કૌર લગ્ન કરશે. ઉદિતા કૌર ભારતીય મહિલા હોકી ટીમમાં ડિફેન્ડર તરીકે રમે છે.

Banner Image
3/7

મનદીપ અને ઉદિતાના લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા છે. લગ્નના કાર્ડમાં બંનેના નામની આગળ ઓલિમ્પિયન લખેલું છે. હવે બંને ખેલાડીઓના પરિવાર લગ્નની તૈયારીઓ કરી રહ્યા છે.

4/7

મનદીપસિંહે એશિયન ગેમ્સ 2018 અને કોમનવેલ્થ ગેમ્સ 2018 સિવાય વર્લ્ડ કપ 2014 અને 2018માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. મનદીપ હાલમાં પંજાબ પોલીસમાં ડીએસપી તરીકે કાર્યરત છે.

5/7

મનદીપસિંહની મંગેતર ઉદિતા કૌર દુહાન હરિયાણાના હિસારના નાંગલ ગામની રહેવાસી છે. તેનો જન્મ 14 જાન્યુઆરી 1998ના રોજ થયો હતો.

6/7

ભારતીય મહિલા હોકી ટીમમાં ડિફેન્ડર તરીકે રમતી ઉદિતાએ 2018 એશિયન ગેમ્સમાં સિલ્વર, 2022 કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ અને 2023 એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.  

7/7

મનદીપ અને ઉદિતાએ 2020 ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. મનદીપસિંહ ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર અને 2024 પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનારી પુરૂષ ટીમનો ભાગ હતો.





Read More