PHOTOS

ભલે પધાર્યા! UAEના રાષ્ટ્રપતિનું ઉષ્માભેર સ્વાગત, PHOTOs માં નિહાળો જાજરમાન રોડ શૉના દ્રશ્યો

PM Modi-UAE President Road show: UAE અને ભારતની મિત્રતા વર્ષો જૂની છે. પરંતુ 2014માં મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ UAE આ મિત્રતા વધુ ગાઢ બની છે. પ્રથમ વખત ગુજરાતના મહેમાન બનેલા UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બીન ઝાયેદ અલ નાહ્યાનના સ્વાગત માટે પ્રધાનમંત્રી મોદીએ પ્રોટોકોલ તોડી નાખ્યો હતો. 
 

Advertisement
1/8

એટલું જ નહીં બંને નેતાઓએ રોડ શો મારફતે અમદાવાદની પ્રજાનું અભિવાદન ઝીલ્યું હતું. વાઈબ્રન્ટ સમિટ માટે પહોંચેલા UAEના રાષ્ટ્રપતિનું કેવી રીતે અમદાવાદમાં થયું ભવ્ય સ્વાગત?

2/8
ભારત અને UAEની મિત્રતાનું પ્રતિક
ભારત અને UAEની મિત્રતાનું પ્રતિક

અમદાવાદમાં UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બીન ઝાયેદ અલ નાહ્યાનના સ્વાગત માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર પહોંચ્યા હતા અને ગળે મળીને ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. 

Banner Image
3/8

મોહમ્મદ બીન ઝાયેદ અલ નાહ્યાનના સ્વાગત માટે વિદેશમંત્રી એસ. જયશંકર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. એટલું જ નહીં અલ નાહ્યાનને એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતુ.

4/8

અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર લીલા હોટલ સુધી બંને નેતાઓએ ભવ્ય રોડ શો યોજ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે જ UAEના રાષ્ટ્રપતિ એક જ કારમાં સવાર થયા હતા. 

5/8

સાંસ્કૃતિક ઝાંખીની ઝલક સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને UAEના રાષ્ટ્રપતિનું લોકોએ અભૂતપૂર્વ રીતે સ્વાગત કર્યું હતું. રોડની બંને તરફ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને ભાવપૂર્વક બંને નેતાઓનું સ્વાગત કર્યું હતું.  

6/8
7/8
8/8




Read More