Gujarat Weather 2024: ગુજરાતમાં એપ્રિલ મહિનો તપી રહ્યો છે, માર્ચ માસથી કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે, છેલ્લા કેટલાક દિવસોથી અમરેલી, રાજકોટ અને અમદાવાદ સહિતના કેટલાક શહેરમાં તાપમાનનો પારો 40ને પાર પહોંચી રહ્યો છે. ગરમીના ટોર્ચર વચ્ચે ચિંતાની વાત એ છેકે, આગામી દિવસોમાં હવામાન વિભાગે કાળઝાળ ગરમીની આગાહી કરી છે.. ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાનના દિવસે જ ગરમી તમામ રેકોર્ડ તોડી નાખશે. ગઈકાલે પણ જબરદસ્ત ગરમી પડી હતી.
ગુજરાતમાં ગરમીનો પારો હજુ પણ ઉંચકાઇ શકે છે.. આગામી ચાર દિવસ માટે રાજ્યના અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. આગામી 7થી 9 મેએ એટલે કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટેના મતદાનના દિવસે પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે. તમારે ગરમીથી બચવા માટે સાચવવાની જરૂર છે.
7 મેથી 9 મે સુધી ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની સંભાવના છે. રાજ્યના ચાર શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રી પહોંચશે તો અન્ય ચાર શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાશે. આ દિવસોમાં સૌથી વધુ 43 ડિગ્રી તાપમાન અમરેલી સહિતના વિસ્તારોમાં નોંધાશે. વલ્લભવિદ્યાનગર, વડોદરામાં 41 ડિગ્રીથી વધુ તાપમાન પહોંચશે.
રાજ્યમાં ગરમીના પ્રકોપને જોતા હવામાન વિભાગ દ્વારા હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં હીટવેવ યથાવત રહેશે. આ ઉપરાંત પોરબંદર, ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગીર સોમનાથ, કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દીવ અને વલસાડમાં ચાર દિવસ ગરમીનું યલો એલર્ટ છે.
આકરી ગરમીના પ્રકોપમાં કચ્છ-સૌરાષ્ટ્ર શેકાયું છે.. 42 ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે.. તો ભૂજ, અમરેલી, રાજકોટનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર ગયું છે. ન માત્ર ગુજરાતમાં પરંતુ પૂર્વ અને દક્ષિણ ભારતમાં પણ કાળઝાળ ગરમી વર્તાઇ રહી છે. 17 સ્થળોનું મહત્તમ તાપમાન 44 ડિગ્રીને પાર ગયું છે. જે હાલમાં નુક્સાનકારક છે.
આંધ્ર પ્રદેશમાં તાપમાનનો પારો 46 ડિગ્રીથી ઉંચે ગયો છે. કાળઝાળ ગરમીને લીધે કેરળમાં છ મે સુધી સ્કૂલોમાં રજા જાહેર કરાઈ છે. ગુજરાતમાં આ વર્ષે તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. અનિયંત્રિત રીતે વધતી ગરમી પ્રકૃતિ માટે અને માનવ સમુદાય માટે પણ ચિંતાજનક છે.
આગામી 5 દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે. જોકે ઉત્તર ગુજરાતમાં 2 ડિગ્રી તાપમાન વધશે. આજે સૌરાષ્ટ્ર કચ્છ દિવમાં કોસ્ટલ એરિયામાં હીટવેવ આગાહી છે. તેમજ સુરતમાં પણ હીટવેવની આગાહી છે. આવતીકાલ સોમવારથી દીવમાં 5 દિવસ હીટવેવની આગાહી છે. 6 અને 7 મે ના રોજ પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની શક્યતા છે. તો 7 મે ના રોજ અમદાવાદ અને ગાંધીનગર 42 ડિગ્રી તાપમાન રહેશે. જોકે, 8મેના રોજ પણ ભારે ગરમી પડી રહી છે.
7 મે ના રોજ દીવ કોસ્ટલ એરિયામાં પોરબંદર અને ભાવનગરમાં હિટવેવની આગાહી હતી. જે પ્રમાણે ગરમી પડી રહી છે. હાલ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ છે. જોકે, હાલ વરસાદની કોઈ સંભાવના નથી. ગુજરાતમાં આકરી ગરમી પડવાની આગાહી છે. જેના પગલે લોકોએ બિનજરૂરી બપોરના સમયે બહાર નીકળવું જોઈએ નહીં...
આઈએમડીના અનુસાર, મે મહિનામાં રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, મરાઠવાડા, તેમજ ગુજરાતના વિવિધ ભાગોમાં અંદાજે 10 દિવસ એવા હશે, જેમાં અતિથી ભારે હીટવેવની અગાહી આવશે. હીટવેવ બાબતે મે મહિનો એપ્રિલ મહિનાનો પણ રેકોર્ડ તોડી દેશે. આ મહિને તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે. આ આગાહીને કોઈ નાનીસૂની આગાહી ન ગણતા. કારણ કે, આ આગાહી લોકોનો જીવ પણ લઈ શકે છે. દેશના અનેક શહેરોમાં હીટવેવની સ્થિતિ છે.