PHOTOS

The Kerala Story Cast: બોક્સ ઓફિસમાં ધૂમ મચાવનાર 'The Kerala Story' ની ચાર અભિનેત્રીઓ, જાણી લો કોણ છે હોટબલાઓ?

The Kerala Story Box Office Collection  જબરદસ્ત છે અને હજુ પણ કમાણી અટકવાનું નામ નથી લઈ રહી. 'ધ કાશ્મીર ફાઇલ્સ'ની જેમ આ ફિલ્મે પણ ઘણા વિવાદોમાં આવ્યા બાદ તેને થિયેટરોમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બોક્સ ઓફિસના આ રિપોર્ટની સાથે જ તમામની નજર ફિલ્મના કલાકારો પર છે, ખાસ કરીને ચાર અભિનેત્રીઓ પર. આ સુંદરીઓએ આ પહેલા શું કામ કર્યું છે અને આ ફિલ્મમાં શ્રેષ્ઠ અભિનય કરતાં પહેલાં તેઓ કયા શો અને ફિલ્મોમાં જોવા મળ્યા હતા, ચાલો જાણીએ તેમના વિશે બધું...

Advertisement
1/5
કેરળ સ્ટોરી કાસ્ટ
કેરળ સ્ટોરી કાસ્ટ

ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી' છેલ્લા ઘણા સમયથી પ્રસિદ્ધિમાં છે અને ઘણા વિવાદોથી ઘેરાયેલી છે; તમામ બબાલો વચ્ચે પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવનાર ચાર અભિનેત્રીઓ અદા શર્મા (Adah Sharma), યોગિતા બિહાની (Yogita Bihani), સિદ્ધિ ઇદનાની (Siddhi Idnani) અને સોનિયા બાલાની (Sonia Balani) છે. જાણો આ સુંદરીઓ વિશે...

2/5
અદા શર્મા
અદા શર્મા

'ધ કેરળ સ્ટોરી'માં '(The Kerala Story) શાલિની ઉન્નીક્રિષ્નન'ની મુખ્ય ભૂમિકા ભજવનારી અભિનેત્રી અદા શર્મા (Adah Sharma) છેલ્લા 15 વર્ષથી બોલિવૂડમાં કામ કરી રહી છે. તમે અદાહને 'હસી તો ફસી', '1920' અને 'કમાન્ડો 2' જેવી ફિલ્મોમાં જોઈ હશે. આ ગ્લેમરસ અભિનેત્રીએ સાઉથની ફિલ્મોમાં પણ ઘણું કામ કર્યું છે.

Banner Image
3/5
યોગિતા બિહાની
યોગિતા બિહાની

આ ફિલ્મમાં 'નિમા'નું પાત્ર ભજવતી યોગિતા બિહાની એક જાણીતી અભિનેત્રી છે જેણે OTT પર ઘણું કામ કર્યું છે. કરણ કુન્દ્રા સાથે 'દિલ હી તો હૈ' શો કરનાર યોગિતાએ નેટફ્લિક્સ રિલીઝ 'એકે વર્સિસ એકે' અને તાજેતરમાં 'વિક્રમ વેધા'માં કામ કર્યું છે.

4/5
સિદ્ધિ ઇદનાની
સિદ્ધિ ઇદનાની

'ધ કેરળ સ્ટોરી'માં 'ગીતાંજલિ'નું પાત્ર ભજવનાર સિદ્ધિ ઈદનાનીએ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ઘણું કામ કર્યું છે અને આ ફિલ્મથી જ તેણે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે.

5/5
સોનિયા બાલાની
સોનિયા બાલાની

આ ફિલ્મમાં સોનિયા બાલાનીએ (Sonia Balani)'આસિફા'નું પાત્ર ભજવ્યું છે અને તે એક નેગેટિવ પાત્ર છે જેના માટે તેની ખૂબ પ્રશંસા થઈ રહી છે. 'તું મેરા હીરો', 'ડિટેક્ટીવ દીદી' અને 'બડે અચ્છે લગતે હૈં' જેવી સીરિયલ્સ સિવાય સોનિયા 'બાઝાર' અને 'તુમ બિન' જેવી ફિલ્મોમાં પણ જોવા મળી છે.





Read More