PHOTOS

બોલીવુડની સૌથી મોટી ડિઝાસ્ટર ફિલ્મ, 45 કરોડમાં બની, કમાણી ફક્ત 60,000, આખરે યુટ્યુબ પર રિલીઝ કરવી પડી

ેનું બજેટ  એટલું હાઈ જોવા હતું પરંતુ જ્યાં કમાણીની વાત આવી ત્યાં ખાડે ગઈ. જે પૂરવાર કરે છે કે મોટા બજેટ કરતા ફિલ્મની વાર્તા દર્શકો...

Advertisement
1/8

બોલીવુડમાં અનેક ફિલ્મો કરોડોના બજેટમાં બને છે પરંતુ દરેક ફિલ્મને દર્શકોને પ્રેમ મળે તે જરૂરી નથી. કેટલીક ફિલ્મો અપેક્ષા પર ખરી ઉતરી છે જ્યારે કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર લથડી જાય છે. આવી જ એક ફિલ્મ છે જેને અત્યાર સુધીની બોલીવુડની સૌથી ફ્લોપ ફિલ્મ તરીકે ગણવામાં આવે છે. જાણો આ ફિલ્મ વિશે અને તેના  ફ્લોપ થવાના કારણો વિશે. 

2/8

વર્ષ 2023માં રિલીઝ થયેલી ફિલ્મ 'ધ લેડી કિલર' 45 કરોડના ખર્ચે બની હતી. ફિલ્મમાં અર્જૂન કપૂર અને ભૂમિ પેડનેકર જેવા કલાકારો હતા. 

Banner Image
3/8

આમ છતાં આ ફિલ્મની હાલત એવી ખરાબ થઈ કે પહેલા દિવસે તો ફક્ત 293 ટિકિટ જ વેચાઈ હતી અને કમાણી થઈ માત્ર 38000 રૂપિયા. બધુ મળીને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ફક્ત 60,000 રૂપિયાની કમાણી કરી હતી. 

4/8

ફિલ્મ એક ક્રાઈમ થ્રીલર હતી પરંતુ તેની કહાની દર્શકોને જરાય ગમી નહીં. રિપોર્ટ્સ મુજબ આ ફિલ્મનું ક્લાઈમેક્સ સુદ્ધા શૂટ થઈ શક્યું નહતું અને તેને અધૂરી હાલતમાં જ થિયેટરોમાં રિલીઝ કરી દેવાઈ. 

5/8

ફિલ્મની સ્ક્રિપ્ટ અજય બહલ, પવન સોની અને મયંક તિવારીએ ભેગા મળીને લખી હતી. પરંતુ આ ફિલ્મ દર્શકોને જકડી શકી નહીં. 

6/8

ફિલ્મની રિલીઝ પહેલા તેને નેટફ્લિક્સ પર લાવવાની વાત ચાલતી હતી પરંતુ ફિલ્મની હાલત જોઈને OTT ડીલ પણ રદ થઈ ગઈ. ત્યારબાદ ફિલ્મને યુટ્યૂબ પર રિલીઝ કરવી પડી.

7/8

'ધ લેડી કિલર' ફિલ્મ હિન્દી સિનેમાની અત્યાર સુધીની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ ગણાય છે. અર્જૂન કપૂર અને ભૂમિ પેડનેકર માટે આ ફિલ્મ કરિયરનો મોટો ઝટકો સાબિત થઈ. ફિલ્મને ફક્ત 12 શો મળ્યા હતા. લોકોએ તેને સંપૂર્ણ રીતે નજરઅંદાજ કરી હતી. 

8/8

ફિલ્મનું નામ ભલે 'ધ લેડી કિલર' હતું પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પોતે જ કિલ થઈ ગઈ હતી. આ ફિલ્મ જો તમારે જોવી હોય તો યુટ્યુબ પર જોઈ શકો છો. 





Read More