Top Summer Stock To Buy: જો તમને શેરબજારમાં રોકાણ કરવાનું ગમે છે તો આ તમારા માટે ઉપયોગી સમાચાર હોઈ શકે છે. ભારે ગરમી શરૂ થાય તે પહેલાં તમે કેટલાક શેરો પર રોકાણ કરી શકો છો.
Top Summer Stock To Buy: જો તમને શેરબજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તીવ્ર ગરમી શરૂ થાય તે પહેલાં તમે કેટલાક શેરો પર રોકાણ કરી શકો છો. BNP પરિબાસ ઇન્ડિયાએ તાજેતરમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટર પરના તેના તાજેતરના અહેવાલમાં જણાવ્યું છે કે માર્ચથી એર કંડિશનર (AC), રેફ્રિજરેટર વગેરેની માંગ વધવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન, આ કંપનીઓની માંગ વધી શકે છે અને શેરના ભાવ પણ વધી શકે છે. આવી સ્થિતિમાં, વિવિધ એક્સપર્ટ ઉનાળાની ઋતુ માટે આ 7 કંપનીના શેર ખરીદવાની સલાહ આપી છે.
વ્હર્લપૂલ ઓફ ઈન્ડિયા લિ(Whirlpool Of India Ltd): વ્હર્લપૂલ ઓફ ઈન્ડિયાના શેરની કિંમત હાલમાં 989 રૂપિયા છે અને તેની ટારગેટ ભાવ 1,310 રૂપિયા રાખવામાં આવી છે.
ક્રોમ્પ્ટન(Crompton): ક્રોમ્પ્ટનનો શેર આજે 363 રૂપિયા પર આવી ગયો છે. તેની લક્ષ્ય કિંમત 435 રૂપિયા રાખવામાં આવી છે.
ઓરિએન્ટ ઇલેક્ટ્રિક લિમિટેડ(Orient Electric Ltd): ઓરિએન્ટ ઇલેક્ટ્રિકના શેરની કિંમત આજે 214 રૂપિયા છે. તેની લક્ષ્ય કિંમત 275 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
હેવેલ્સ ઈન્ડિયા લિમિટેડ(Havells India Ltd): હેવેલ્સ ઈન્ડિયાના શેરની કિંમત આજે શુક્રવારે અને 21 માર્ચના રોડ ઘટીને 1,481 રૂપિયા પર આવી ગઈ હતી. તેની લક્ષ્ય કિંમત 1,950 રૂપિયા છે.
વોલ્ટાસ (Voltas Ltd): વોલ્ટાસના શેરનો ભાવ આજે 1,432 રૂપિયા હતો. તેની લક્ષ્ય કિંમત 1,580 રૂપિયા છે.
પોલીકેબ (Polycab India Ltd): પોલિકેબના શેરની કિંમત આજે રૂ. 4,990 હતી. તેની લક્ષ્ય કિંમત 6,405 રૂપિયા છે અને છેલ્લો છે બ્લુ સ્ટાર(Blue Star): બ્લુ સ્ટારના શેરની કિંમત 2,175 રૂપિયા છે. એક્સપર્ટના મતે, આ સ્ટોક ₹2,400-₹2,600 સુધી પહોંચી શકે છે.
(Disclamar: આ એક્સપર્ટના પોતાના અંગત મંતવ્ય છે, Zee 24 કલાક ફક્ત માહિતી આપે છે, આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ કરવું જોખમી છે.)