Ambalal Patel Forecast : ગુજરાતમાં હાલ વરસાદ અટકી ગયો છે, પરંતુ આગામી સમયમાં મેઘમહેર થવાની આગાહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 15 ઓગસ્ટ પછી વરસાદી સિસ્ટમ સક્રિય થઈને ગુજરાતમાં વરસાદ લાવશે તેવી શક્યતા વ્યક્ત કરી છે. અરબ સાગરમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે તથા બંગાળના ઉપસાગરમાં પણ મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા વ્યક્ત કરી છે.
ઓગસ્ટના પ્રારંભથી ગુજરાતમાં ભારે વરસાદનું જોર ઘટી ગયું છે, આવામાં ફરી વરસાદ ક્યારે આવશે તે વિશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, વરસાદે વિરામ લીધા બાદ 15 ઓગસ્ટ પછી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. અરબ સાગરમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન થવાની શક્યતા છે, બંગાળના ઉપસાગરમાં 17 ઓગસ્ટથી મજબૂત સિસ્ટમ બનશે.
અરબ સાગરની સિસ્ટમના કારણે 19થી 22 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. 17 ઓગસ્ટે બનનારી સિસ્ટમ લગભગ 19 અને 20 તારીખે મધ્ય પ્રદેશ થઈને ગુજરાતના ભાગોમાં આવશે. આ કારણેગ જુરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
ઓગસ્ટના વરસાદના બીજા રાઉન્ડમાં પૂર જેવો વરસાદ આવે તેવી શક્યતા છે. આગાહી મુજબ, સરદાર સરોવર ડેમની જળ સપાટી વધી શકે છે. આ વરસાદના કારણે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થઈ રશકે છે. તાપી નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે. 15 ઓગસ્ટ પછી વરસાદનો નવો રાઉન્ડ થવાની શક્યતા વ્યક્ત કરીને હવામાન નિષ્ણાત અંબાલાલ જણાવે છે કે, મહીસાગર, વડોદરા, અમદાવાદ, - ગાંધીનગર, ભરૂચ, નવસારી, સુરત, - આહવા, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પણ વરસી શકે છે. કચ્છ, સાબરકાંઠા, પાટણ, સમી, હારીજ, મહેસાણા, પંચમહાલ, રાજકોટ સહિતના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
અંબાલાલ પટેલનુ કહેવું છે કે, 17 ઓગસ્ટ પછી થનારો વરસાદ કૃષિ કાર્યો માટે સારો રહેશે, 30 ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ માટે સારું ગણાતું નથી.