Kidney Health: આપણા શરીરમાં બે કિડની હોય છે, જે પીઠના નીચેના ભાગમાં હોય છે. કિડનીનું સૌથી મહત્વપૂર્ણ કાર્ય શરીરમાંથી ઝેરી પદાર્થોને દૂર કરવાનું છે. આ સિવાય કિડની બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે અને ઈલેક્ટ્રોલાઈટ્સને સંતુલિત રાખે છે. ઉનાળાની ઋતુમાં તાપમાન વધવાને કારણે શરીરમાં પાણીની અછત સર્જાય છે જેની સીધી અસર કિડની પર પડે છે. ઉનાળાની ઋતુમાં આપણી કેટલીક આદતો હોય છે જે આપણી કિડનીને નુકસાન પહોંચાડે છે. ચાલો જાણીએ તે આદતો વિશે જે કિડનીને નુકસાન પહોંચાડી શકે છે.
ઉનાળાની ઋતુમાં શરીરને પાણીની જરૂર પડે છે. ઉનાળામાં પૂરતું પાણી ન પીવાના કારણે શરીરમાં પાણીની કમી થાય છે જેની અસર કિડની પર પડે છે. ડિહાઇડ્રેશનને કારણે કિડની યોગ્ય રીતે કામ કરી શકતી નથી, આવી સ્થિતિમાં કિડનીમાં પથરી સહિતની અનેક સમસ્યાઓનો ખતરો રહે છે.
ઉનાળાની ઋતુમાં મોટાભાગના લોકો કોલ્ડ ડ્રિંક્સનું સેવન કરે છે. વધારે પ્રમાણમાં કોલ્ડ ડ્રિંક્સનું સેવન કરવાથી કિડની પર ખરાબ અસર પડે છે. ખાંડ અને કેફીન યુક્ત પીણાં શરીરમાં પાણીની કમીને વધારે છે, જેની સીધી અસર કિડની પર પડે છે.
ઉનાળાની ઋતુમાં વધારે પડતી ઓઈલી અને નમકીન વસ્તુંનું સેવન કરવાથી પણ કિડનીને પણ નુકસાન પહોંચી શકે છે. વધારે પ્રમાણમાં નમકીનનું સેવન કરવાથી બ્લડ પ્રેશરને અસર થાય છે, જેનાથી કિડની પર પણ દબાણ વધે છે.
ઉનાળાની ઋતુમાં કસરતના અભાવે શરીરનું મેટાબોલિઝમ ધીમુ પડી જાય છે જેના કારણે કિડની પર પણ વધુ દબાણ પડે છે. ઉનાળાની ઋતુમાં કસરત કરવી જોઈએ.
Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવા માટે લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતીની મદદ લીધી છે. Zee 24 કલાક આ વાતની પુષ્ટિ કરતું નથી. જો તમે ક્યાંય પણ તમારા સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ વાંચો છો, તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસ લો.