PHOTOS

ગરુડ પુરાણમાં જણાવેલી આ 5 ખરાબ આદતો વ્યક્તિને કરી દે છે બર્બાદ, અમીર વ્યક્તિ પણ બની જાય છે ભીખારી

Garud Puran: ગરુડ પુરાણમાં મનુષ્યની કેટલીક એવી આદતો વિશે જણાવવામાં આવ્યું છે જેના કારણે તે હંમેશા નાણાની તકલીફમાં રહે છે. ગરુડ પુરાણ મુજબ જે લોકોને આ આદતો હોય છે તેઓ કોઈને કોઈ કારણથી સમસ્યાઓથી ફસાયેલા રહે છે. ત્યારે અમે તમને ગરુડ પુરાણમાં જણાવેલી કેટલીક એવી આદતો વિશે જણાવીશું, જે ભૂલથી પણ ન કરવી જોઈએ.

Advertisement
1/5

Garud Puran: ગરુડ પુરાણ અનુસાર, વ્યક્તિએ ક્યારેય ગંદા ન રહેવું જોઈએ. ગંદા કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. આવું કરવાથી ધનની દેવી લક્ષ્મીજી નારાજ થઈ શકે છે.

2/5

ગરુડ પુરાણ મુજબ, વ્યક્તિએ ક્યારેય પણ અન્યની ખામીઓને કાઢવી જોઈએ નહીં. આવા લોકોના જીવનમાં ગરીબી કાયમ રહે છે. ગરુડ પુરાણ અનુસાર જે વ્યક્તિ બીજામાં ખામી શોધે છે તે ક્યારેય પોતાની જાતથી સંતુષ્ટ થઈ શકતો નથી. તેના ખિસ્સામાં ક્યારેય પૈસા રેહતા નથી.

Banner Image
3/5

ગરુડ પુરાણ મુજબ, કોઈ પણ વ્યક્તિએ કોઈપણ કારણ વગર સવારે મોડે સુધી ન સૂવું જોઈએ. આવું કરવું સારું માનવામાં આવતું નથી. જે વ્યક્તિ મોડી ઊંઘે છે તે આળસુ હોય છે અને તે ક્યારેય કોઈ બાબતમાં સફળ થઈ શકતો નથી.  

4/5

ગરુડ પુરાણ અનુસાર, વ્યક્તિએ ક્યારેય પણ પોતાની સંપત્તિ પર અભિમાન ન કરવું જોઈએ. જે લોકો પૈસાનો અહંકાર કરે છે તેમના ઘરમાં માતા લક્ષ્મી લાંબો સમય રહેતી નથી.  

5/5

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. તેનો કોઇપણ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માહિતી અને જાણકારી આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટ કરતું નથી.)





Read More