PHOTOS

Skin Care Diet: આ 5 Food ત્વચાને રાખે છે યુવાન, 40 વર્ષ પછી પણ દેખાશો 25 જેવા

Anti Aging Food: બદલાતી ઋતુમાં સ્કિન ડેમેજ થવી એ સામાન્ય બાબત છે. તેમાં પણ 30 વર્ષની ઉંમર પછી ચહેરાની સુંદરતાને પણ અસર થવા લાગે છે. વધતી ઉંમરની અસર ત્વચા પર પણ થાય છે. પરંતુ જો તમે વધતી ઉંમરે પણ તમારી ત્વચાને યુવાન રાખવા માંગો છો તો 40 વર્ષની ઉંમરે તમારે તમારા આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ.

Advertisement
1/5
પાલક
પાલક

40 વર્ષ પછી પણ ત્વચાને યુવાન રાખવા માટે તમારે પાલકનું સેવન કરવું જોઈએ. લીલા શાકભાજી ખાવાથી ચહેરા પર એક અલગ જ ચમક જોવા મળે છે. પાલકમાં ભરપૂર માત્રામાં આયરન હોય છે જે સ્વાસ્થને પણ સારું રાખે છે.

2/5
નટ્સ અને બીજ
નટ્સ અને બીજ

બદામ, અખરોટ, કાજુ જેવા નટ્સ અને વિવિધ બીજ ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. તે ત્વચામાં મોઈશ્ચર જાળવી રાખવા માટે બેસ્ટ છે. તમે દરરોજ તેનું સેવન કરી શકો છો.

Banner Image
3/5
ટમેટા
ટમેટા

ટમેટા ત્વચાને સુંદર અને સોફ્ટ બનાવે છે. તમારે દરરોજ એક ટામેટું ખાવું જોઈએ. તેમાં વિટામિન એ, વિટામિન સી અને પોટેશિયમ હોય છે.

4/5
બેરીઝ
બેરીઝ

બેરી ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. તેને ખાવાથી શરીરને વિટામિન સી મળે છે અને ત્વચા ચમકદાર દેખાય છે. બેરીઝમાં એન્ટીઑકિસડન્ટ હોય છે જે વૃદ્ધત્વની અસરને ઘટાડે છે.

5/5
દાડમ
દાડમ

દાડમ શરીરમાં રક્તની ઊણપને દુર કરે છે. દરરોજ તેનું સેવન કરવાથી તમારી ત્વચા 40 વર્ષ પછી પણ ચમકદાર દેખાશે. દાડમમાં પોટેશિયમ, વિટામિન કે અને ફાઈબર ભરપુર માત્રામાં હોય છે. જે ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)





Read More