PHOTOS

Fruits: ફેટી લીવરમાં આ 5 ફળ ખાવાથી થશે ફાયદો, ડેમેજ લીવર થવા લાગશે રીપેર

Fruits for Fatty Liver: ફેટી લીવર લાઈફ સ્ટાઈલ સંબંધિત બીમારી છે. ખરાબ લાઈફ સ્ટાઈલના કારણે આ બીમારી નાની ઉંમરના લોકોને પણ શિકાર બનાવે છે. આ બીમારીમાં લીવર ધીરે ધીરે ખરાબ થાય છે અને અંતે ડેમેજ થઈ જાય છે. લીવર ડેમેજ થઈ જાય તો વ્યક્તિનું બચવું મુશ્કેલ થઈ જાય છે. ફેટી લીવરથી બચવું હોય તો 5 ફળને ડાયટમાં સામેલ કરવા જોઈએ. આ 5 ફળ લીવર ને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. 
 

Advertisement
1/6
પપૈયું
પપૈયું

પપૈયું ફ્લેવેનોઈડ અને વિટામિન્સથી ભરપૂર હોય છે. પપૈયાના એન્ટિઓક્સિડન્ટ લીવરને ડીટોક્ષ કરે છે અને ઓક્સિડેટીવ સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરે છે. આ બંને ફેટી લીવર વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પપૈયામાં ખાસ એન્જાઈન હોય છે જે પાચન સુધારે છે.   

2/6
લીંબુ 
લીંબુ 

વિટામીન સીથી ભરપુર લીંબુ શરીરમાંથી અને લીવરમાંથી વિષાક્ત પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે અને લીવર ડિટોક્ષ કરે છે. શરીરમાંથી ટોક્સિન નીકળી જવાથી લીવર પર પ્રેશર ઓછું આવે છે અને લીવર હેલ્ધી રહે છે.   

Banner Image
3/6
સફરજન 
સફરજન 

સફરજનમાં ઘુલનશીલ ફાયબર હોય છે જે પાચનતંત્રમાંથી વિષાક્ત પદાર્થોને બહાર કરે છે. સફરજન ખાવાથી લીવર પર પ્રેશર ઓછું આવે છે અને ફેટ નિર્માણ અટકી જાય છે. સફરજન ખાવાથી લીવર પરનો સોજો અને ફેટી લીવરની સમસ્યામાં ફાયદો થાય છે તેથી રોજ એક સફરજન ખાવું જોઈએ.   

4/6
અવાકાડો 
અવાકાડો 

અવાકાડો વિદેશી ફળ છે પરંતુ હવે ભારતમાં પણ સરળતાથી મળી રહે છે. તેને ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ મળે છે અને લીવરની કોશિકાઓમાં જામતું ફેટ પણ ઓછું થાય છે. તેને ખાવાથી લીવર પરનો સોજો અટકે છે અને લીવર ડિટોક્ષ થાય છે.   

5/6
બ્લુબેરી 
બ્લુબેરી 

બ્લુબેરીમાં એન્થોસાયનીન નામનું તત્વ હોય છે જે લીવરની કોશિકાઓમાંથી ઓક્સિડેટીવ સ્ટ્રેસ અને સોજો ઘટાડવામાં મદદ કરે છે. બ્લુબેરી ખાવાથી સોજો અને ફેટી લીવરની સમસ્યા દૂર થાય છે. બ્લુબેરી બ્લડ સુગર લેવલને પણ મેનેજ કરે છે અને લીવરમાં ફેટ જમા થતું અટકાવે છે.  

6/6




Read More