Parenting Tips: દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેનું બાળક સંસ્કારી હોય અને જીવનમાં ખૂબ સફળ થાય. તેના માટે દરેક માતા પિતા નાનપણથી જ બાળકોને અનુશાસનમાં રહેવાનું પણ શીખવાડે છે સાથે જ લાડ પણ કરે છે. જ્યારે બાળક નાનું હોય છે ત્યારે તેની દરેક ઈચ્છા પૂરી કરવાનું મન થાય છે પરંતુ આ સમય દરમિયાન કેટલાક માતા પિતા એવી ભૂલ કરી બેસે છે જેના કારણે બાળક જિદ્દી અને બગડેલા સ્વભાવનું થઈ જાય છે.
ઘણા માતા પિતા પોતાના બાળકોને શિક્ષણ તો આપે છે પરંતુ તેની જવાબદારીનું ભાન થવા દેતા નથી. બાળક ઘરમાં ઈચ્છા પડે તેવું વર્તન કરે છે અને તેની જિદ્દ પૂરી કરવા માટે માતા-પિતા તેને બહાર ફરવા પણ લઈ જાય છે આવી સ્થિતિમાં બાળક જિદ્દી થવા લાગે છે.
બાળક દરેકને વહાલુ હોય છે પરંતુ હદ કરતાં લાડ બાળકને જિદ્દી બનાવે છે. ઘણા માતા પિતા કામમાંથી બાળકને ઓછો સમય આપી શકે છે તેથી જ્યારે સમય મળે ત્યારે તે બાળકની દરેક વાતને માનવા લાગે છે જેના કારણે ધીરે ધીરે બાળકનો સ્વભાવ જિદ્દી થઈ જાય છે.
ઘણા માતા પિતા પોતાના બાળકને દરેક વાત અને દરેક ઈચ્છા ને પૂરી કરે છે આદતના કારણે બાળક જિદ્દી થવા લાગે છે . બાળક જ્યારે સમજી જાય છે કે માતા પિતા તેની દરેક જીદ પુરી કરે છે તો તે પોતાના ખોટા કામ પણ જિંદગી પૂરા કરાવે છે.
બાળક લાડકું હોય તો પણ તેને અનુશાસનમાં રહેવાનું શીખવાડવું જોઈએ. બાળકને સમજાવવું જોઈએ કે ઘરના વડીલોનો આદર કેવી રીતે કરવો નાના બાળકો સાથે કેવી રીતે રહેવું વગેરે..
ઘણી વખત બાળકો કેટલીક વસ્તુઓ માટે ખૂબ જ જીદ કરે છે. તે સમયે તો માતા પિતા તેને વસ્તુ આપતા નથી પરંતુ થોડા સમયમાં ગિફ્ટ તરીકે તે વસ્તુ તેને આપે છે. આ રીતે ગિફ્ટમાં વસ્તુ આપવી તેના સ્વભાવને ખરાબ કરે છે. ધીરે ધીરે તેને આદત પડી જાય છે કે જીદ કરીને તે કોઈ પણ વસ્તુ મેળવી શકે છે.