Share Market Crash Reason: સ્થાનિક શેરબજારમાં આજે જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. શરૂઆતના ટ્રેડિંગમાં જ સેન્સેક્સ 1200 પોઈન્ટથી વધુ તૂટ્યો છે. નિફ્ટીએ ઘટાડાની ત્રિપલ સદી ફટકારી છે.
Share Market Crash Reason: ભારતીય શેરબજારમાં આજે જોરદાર ઘટાડો થઈ રહ્યો છે. સવારના ટ્રેડિંગમાં જ સેન્સેક્સ 1200 પોઈન્ટથી વધુ ક્રેશ થયો છે. નિફ્ટીમાં પણ જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ અગાઉના 77,414.92ના બંધ સામે 76,882.58 પર ખુલ્યો હતો અને પછી 1,200 પોઈન્ટથી વધુ ઘટીને 76,130 પર પહોંચ્યો હતો. નિફ્ટી 50 પણ 319 પોઈન્ટ ઘટીને 23,199 પર પહોચ્યો હતો.
'લિબરેશન ડે' ટેરિફ પ્લાન અંગે અનિશ્ચિતતા: એપ્રિલમાં આવનારા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ પ્લાનથી રોકાણકારો ચિંતિત છે. બ્લૂમબર્ગના મતે, ટ્રમ્પ 2 એપ્રિલના રોજ "લિબરેશન ડે" તરીકે એક કડક વેપાર નીતિની જાહેરાત કરશે, જેમાં તેઓ યુનાઇટેડ સ્ટેટ્સનો લાભ લેતા દેશો પર ટેરિફ લાદી શકે છે. જોકે, આની ભારત પર બહુ અસર નહીં પડે, કારણ કે ભારત યુએસ આયાત પર 50% થી વધુ ટેરિફ ઘટાડવા તૈયાર છે.
આરબીઆઈની નાણાકીય નીતિ પર ફોક્સ: ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિ (MPC) 7-9 એપ્રિલના રોજ મળશે. બજારને અપેક્ષા છે કે RBI રેપો રેટમાં 0.25%નો ઘટાડો કરી શકે છે.
ચોથા ક્વાર્ટરના કમાણીના ડેટા પર સાવધાની: માર્ચમાં બજારમાં તેજી જોયા પછી, રોકાણકારો હવે કંપનીઓના ચોથા ક્વાર્ટર (ડિસેમ્બર ક્વાર્ટર) ના કમાણી પર નજર રાખી રહ્યા છે. જો પરિણામો નબળા રહેશે, તો બજાર ઘટી શકે છે.
નવા ટ્રિગર્સનો અભાવ: માર્ચમાં બજારમાં 6% નો વધારો થયો હતો, પરંતુ હવે તેજી માટે નવા કારણોની જરૂર છે. ટ્રમ્પનો ટેરિફ પ્લાન, કોર્પોરેટ પરિણામો અને મેક્રો ડેટા ભવિષ્યની દિશા નક્કી કરશે.
ટેકનિકલ કારણો: નિષ્ણાતોના મતે, નિફ્ટીને 23,700-23,750 ના સ્તરથી ઉપર જવાની જરૂર છે, નહીં તો તે 23,300 સુધી ઘટી શકે છે. જો વેચાણ વધે તો નિફ્ટી 23,200-23,400 સુધી જઈ શકે છે, જ્યાં ખરીદીની તક મળી શકે છે.
(Disclamar: Zee 24 કલાક ફક્ત માહિતી આપે છે, આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ કરવું જોખમી છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો.)