Year Ender 2024: ચહેરાની સુંદરતા જાળવી રાખવા માટે અને ત્વચાની સમસ્યાઓ દુર કરવા માટે અલગ અલગ સ્કિન પ્રોડક્ટનો ઉપયોગ કરવાની સાથે અલગ અલગ ઘરેલુ નુસખા પણ અજમાવવામાં આવે છે. આજે તમને એવા બ્યુટી હૈક્સ વિશે જણાવીએ જે વર્ષ 2024 માં ટ્રેંડમાં રહ્યા છે.
બીટરુટ અને દહીંનો ફેસપેક 2024 માં ટ્રેંડમાં રહ્યો છે. ચહેરા પર જામેલી ડેડ સ્કિનને દુર કરવા અને સ્કિન પર ગુલાબી ગ્લો માટે આ માસ્કનો ઉપયોગ કરવામાં આવે છે.
ખીલ, એકનેની સમસ્યાથી મુક્તિ મેળવવા માટે ગ્રીન ટીનો ઉપયોગ કરવામાં આવે છે. રાત્રે ગ્રીન ટીના પાણીથી ચહેરા પર મસાજ કરવામાં આવે તો ખીલ ઓછા થઈ શકે છે.
ચહેરા પર ગુલાબી નીખાર માટે બીટના રસમાં હળદર મિક્સ કરી લગાવવાનો નુસખો પણ વર્ષ 2024 માં સૌથી વધુ સર્ચ થયો છે.
મેકઅપ પહેલા ઠંડા પાણીથી ચહેરાને સાફ કરવાનો હૈક પણ વર્ષ 2024 માં સૌથી વધુ ટ્રેંડમાં રહ્યો છે.
કોરિયમ બ્યૂટી રુટીનમાં મેકઅપ રિમૂવ કરવાની ખાસ રીતનો ઉપયોગ થાય છે. જેમાં ક્લીંઝર ઓઈલ અને ફોમિંગ ફેસ વોશની મદદ લેવામાં આવે છે. આ હૈક્સ પણ 2024 માં ચર્ચામાં રહ્યા છે.