PHOTOS

IPL 2025 પછી પુરું થશે આ 5 સુપરસ્ટાર ખેલાડીઓનું કરિયર? સંન્યાસ લઈ શકે છે આ દિગ્ગજ

IPL 2025: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં ઘણા દિગ્ગજ ખેલાડી રમતા જોવા મળશે, પરંતુ ઉંમરના આ પડાવ પર તેમના કરિયરનો અંત પણ નજીક દેખાઈ રહ્યો છે. ઘણા એવા ખેલાડી છે જે આ સીઝન પછી સંન્યાસની જાહેરાત કરી શકે છે. આજે અમે તમને તે 5 ખેલાડીઓ વિશે અહીં જણાવીશું, જે આ IPL પછી રિટાયર થઈ શકે છે.

Advertisement
1/5
મહેન્દ્ર સિંહ ધોની (ચેન્નઈ સુપર કિંગ્સ)
મહેન્દ્ર સિંહ ધોની (ચેન્નઈ સુપર કિંગ્સ)

ચેન્નઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન એમએસ ધોની IPL 2025માં રમનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી હશે. 43 વર્ષની ઉંમરમાં પણ ધોનીનું મેદાનમાં ઉતરવું તેમના ફેન્સ માટે કોઈ ભેટથી કમ થી. CSKને 5 IPL ટાઇટલ અપાવનાર ધોનીએ બધું જ જીત્યું છે. જો કે, તે આઈપીએલની વધુ એક સીઝન માટે તૈયાર છે. પરંતુ, તેની ઉંમરને ધ્યાનમાં લેતા આ તેની છેલ્લી સીઝન હોઈ શકે છે. સોશિયલ મીડિયા દ્વારા એવા સંકેતો પણ આપવામાં આવી રહ્યા છે કે આ ધોનીની છેલ્લી સીઝન હોઈ શકે છે.

2/5
ઇશાંત શર્મા (ગુજરાત ટાઇટન્સ)
ઇશાંત શર્મા (ગુજરાત ટાઇટન્સ)

ભારતીય ટીમના અનુભવી ફાસ્ટ બોલર ઇશાંત શર્માએ IPL હરાજીમાં ઇતિહાસ રચ્યો છે. તે IPL 2008ની હરાજી અને 2025ની મેગા હરાજીમાં વેચાયેલો એકમાત્ર ક્રિકેટર બન્યો. દિલ્હી કેપિટલ્સ તરફથી રમ્યા બાદ ઇશાંત શર્માને ગુજરાત ટાઇટન્સે 75 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. ઇશાંત આઇપીએલમાં કોલકાતા નાઈટ રાઇડર્સ, ડેક્કન ચાર્જર્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ, પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ તરફથી રમી ચૂક્યો છે. તે આગામી સિઝનમાં ગુજરાત ટાઇટન્સ તરફથી રમશે. હવે ઘણી ફ્રેન્ચાઇઝીઓ ઇશાંતમાં રસ દાખવતી નથી. આવી સ્થિતિમાં જો તેનું પ્રદર્શન સારું નહીં રહે તો તેને નિવૃત્તિ લેવી પડી શકે છે.

Banner Image
3/5
ફાફ ડુ પ્લેસિસ (દિલ્હી કેપિટલ્સ)
ફાફ ડુ પ્લેસિસ (દિલ્હી કેપિટલ્સ)

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને દિલ્હી કેપિટલ્સે તેની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. 40 વર્ષની ઉંમરે ડુ પ્લેસિસ ટુર્નામેન્ટનો બીજો સૌથી વૃદ્ધ ખેલાડી છે, પરંતુ ટોપ ઓર્ડરમાં હજુ પણ ખતરનાક છે. 145 IPL મેચમાં ડુ પ્લેસિસે 4571 રન બનાવ્યા છે. ડુ પ્લેસિસ જો સારું પ્રદર્શન કરવામાં અસમર્થ રહે તો આ તેની છેલ્લી સીઝન સાબિત થઈ શકે છે.

4/5
કર્ણ શર્મા (મુંબઈ ઇન્ડિયન્સ)
કર્ણ શર્મા (મુંબઈ ઇન્ડિયન્સ)

ભારતનો વધુ એક અનુભવી ખેલાડી કર્ણ શર્માને IPL 2025ના મેગા ઓક્શનમાં મુંબઈ ઇન્ડિયન્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તે 37 વર્ષની ઉંમરે IPL 2025માં રમનાર છઠ્ઠો સૌથી મોટી ઉંમરનો ખેલાડી બનશે. કર્ણ શર્માએ અત્યાર સુધીમાં IPLમાં 84 મેચ રમી છે, જેમાં તેણે 350 રન બનાવ્યા છે અને 76 વિકેટ પણ લીધી છે.

5/5
મોઈન અલી (કોલકાતા નાઈટ રાઈડર્સ)
મોઈન અલી (કોલકાતા નાઈટ રાઈડર્સ)

ઇંગ્લેન્ડના અનુભવી ઓલરાઉન્ડર મોઈન અલી IPLની વધુ એક સિઝનમાં રમશે. 37 વર્ષની ઉંમરે મોઈન અલી ટુર્નામેન્ટનો પાંચમો સૌથી મોટી ઉંમરનો ખેલાડી બનશે. મેગા ઓક્શનમાં તેને ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. મોઈન અલી ગમે તે ટીમ માટે રમ્યો હોય તેણે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે. બેટ અને બોલ બન્નેમાં કુશળ, મોઈન અલી ફરી એકવાર પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે. પોતાની કારકિર્દીમાં 67 IPL મેચ રમનાર અલીએ 1162 રન બનાવ્યા છે અને 35 વિકેટ પણ લીધી છે.





Read More