PHOTOS

Bad Cholesterol ને શરીરમાંથી દુર કરે છે આ 5 વસ્તુઓ, નસેનસની થઈ જશે સફાઈ

Bad Cholesterol: હાર્ટ હેલ્ધી રહે તે માટે જરૂરી છે કે દિવસ દરમિયાન તમે હેલ્ધી ફૂડનું સેવન કરો. આ સાથે જ એવી વસ્તુઓનું પણ સેવન કરવું જરૂરી છે જે આપણા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલને દુર કરે. કારણ કે બેડ કોલેસ્ટ્રોલ વધી જવાથી હાર્ટનું સ્વાસ્થ્ય જોખમાઈ જાય છે. બેડ કોલેસ્ટ્રોલ વધવાનું કારણ આપણો આહાર હોય છે. પરંતુ જો આહારમાં કેટલીક વસ્તુઓનું સેવન કરવામાં આવે તો તેનાથી બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી શકાય છે. 

Advertisement
1/5
નટ્સ
નટ્સ

અખરોટ, કાજુમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. સાથે જ તેમાં એવા ખનિજ તત્વો હોય છે જે હૃદયને સ્વસ્થ રાખે છે અને બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે.  

2/5
આખા અનાજ
આખા અનાજ

આખા અનાજ પણ બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.  આખા અનાજમાં ફાયબર હોય છે જે શરીરમાંથી કોલેસ્ટ્રોલ દૂર કરે છે.

Banner Image
3/5
લસણ
લસણ

લસણ દરેક ઘરમાં સરળતાથી મળી રહે છે. લસણનો ઉપયોગ રસોઈનો સ્વાદ વધારવા માટે થાય છે. પરંતુ શું તમે જાણો છો કે લસણ તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કારણ કે લસણ બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવાનું કામ કરે છે.

4/5
લીલા શાકભાજી
લીલા શાકભાજી

હાઈ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં લીલા શાકભાજી પણ મદદ કરે છે. તે શરીરમાં એકઠા થયેલા બેડ કોલેસ્ટ્રોલને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે.

5/5
સોયાબીન અને ટોફુ
સોયાબીન અને ટોફુ

સોયાબીન અને ટોફુ કોલેસ્ટ્રોલ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે. જો તમે દરરોજ સોયાબીનનું સેવન કરો છો તો બેડ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)





Read More