Habits that will Make You Poor: વાસ્તુશાસ્ત્રમાં સકારાત્મક ઉર્જા અને નકારાત્મક ઉર્જા વિશે જણાવેલું છે આ બંને ઉર્જા આપણા જીવન પર પ્રભાવ પાડે છે. કેટલી કેવી વસ્તુઓ અને આદતો હોય છે જે જીવનમાં નકારાત્મકતા વધારે છે અને સુખ શાંતિને અસર કરે છે. આવી આદતો આર્થિક સમસ્યા વધારે છે. આજે તમને આવી જ કેટલીક ભૂલ વિશે જણાવીએ જેનાથી માતા લક્ષ્મી પણ અપ્રસન્ન થાય છે. આ ભૂલ કરનારના ઘરમાં દરિદ્રતા વધે છે.
રાત્રે એઠા વાસણ સિંકમાં રાખી દેવાથી નકારાત્મક ઉર્જા વધે છે અને રાહુ કેતુનો અશુભ પ્રભાવ પડે છે. જમ્યા પછી તુરંત જ વાસણ સાફ કરી લેવા શુભ માનવામાં આવે છે અને તેનાથી ઘરમાં સમૃદ્ધિ બની રહે છે.
બેડ ઉપર ગંદી કે ફાટેલી ચાદર પાથરવી નકારાત્મક ઉર્જા વધારે છે. તેનાથી ભાગ્ય બાધિત થાય છે. રોજ સવારે બેડ વ્યવસ્થિત કરી સાફ ચાદર પાથરવી જોઈએ.
પૂજા ઘર કે મંદિરમાં ગંદકી હોય તો આર્થિક અને માનસિક સમસ્યા વધે છે. નિયમિત રીતે મંદિરની સફાઈ કરવી અને ધૂળ સાફ કરવી તેનાથી માતા લક્ષ્મીનો વાસ થાય છે.
ઘરના મુખ્ય દ્વાર પર જુતા અસ્તવ્યસ્ત અવસ્થામાં હોય તો નકારાત્મક ઉર્જા વધે છે. તેનાથી માતા લક્ષ્મીના આશીર્વાદ મળતા નથી. તેથી જૂતાં નિયમિત રીતે ગોઠવીને રાખો.
જમ્યા પછી વાસણમાં જ હાથ ધોઈ લેવા સૌથી અશુભ છે.તેનાથી આર્થિક સ્થિતિ નબળી થાય છે અને સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક પ્રભાવ પડે છે.