PHOTOS

Yoga poses for Women: મહિલાઓ માટે વરદાન છે આ 5 યોગાસન, રોજ કરવાથી બીમારીથી મળશે છુટકારો

Yoga poses for Women: યોગ દરેક વ્યક્તિ માટે લાભકારી છે. પરંતુ 5 યોગાસન એવા છે જે મહિલાઓ માટે વરદાન સમાન છે. આ યોગાસન મહિલાઓની ઘણી શારીરિક અને માનસિક સમસ્યાને દુર કરી શકે છે. આ યોગાસનનો અભ્યાસ નિયમિત કરવાથી લાભ જોવા મળે છે.
 

Advertisement
1/6
કોબ્રા પોઝ
કોબ્રા પોઝ

કોબ્રા પોઝ એટલે કે ભુજંગાસન કરવાથી પીઠ અને કમરના દુખાવામાં રાહત થાય છે. તેનાથી કરોડરજ્જુ મજબૂત થાય છે. આ આસન માસિક ધર્મની અનિયમિતતાને દુર કરવામાં મદદ કરે છે.  

2/6
બાઉંડ એંગલ પોઝ
બાઉંડ એંગલ પોઝ

આ આસન મહિલાઓના પેલ્વિક એરિયાને ખોલે છે. તેનાથી માસિક સમયે થતા દુખાવાની સમસ્યા દુર થઈ શકે છે. આ આસન ગર્ભવતી મહિલાઓ માટે પણ સારું ગણાય છે.   

Banner Image
3/6
શવાસન
શવાસન

શવાસન યોગ સૌથી મહત્વપૂર્ણ આસન છે. તેનાથી શરીર અને મનને આરામ મળે છે. આ આસન કરવાથી તણાવ, ચિંતા, અનિંદ્રા દુર કરવામાં મદદ મળે છે.   

4/6
માર્જરી આસન
માર્જરી આસન

માર્જરી આસન જેને કેટ કાઉ પોઝ પણ કહેવાય છે. આ આસન કરોડરજ્જુ માટે સારું છે. તેનાથી પીઠ અને પેટના સ્નાયૂ મજબૂત થાય છે. આ આસન પાચન તંત્રને સુધારે છે.   

5/6
ચાઈલ્ડ પોઝ
ચાઈલ્ડ પોઝ

ચાઈલ્ડ પોઝ જેને બાલાસન કહેવામાં આવે છે તે થાક, સ્ટ્રેસ દુર કરે છે. જ્યારે મહિલાઓ થાક અનુભવે ત્યારે આ આસન કરવાથી આરામ મળે છે અને મન શાંત થાય છે.  

6/6




Read More