7 Foods banned in india: ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) ભારતમાં ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરતી સંસ્થા છે. તે ખાદ્ય ઉત્પાદનો માટે ધોરણો નક્કી કરે છે અને ખાતરી કરે છે કે ગ્રાહકોને સલામત અને સ્વચ્છ ખોરાક મળે. FSSAI ભારતમાં કેટલીક ખાદ્ય ચીજોને સ્વાસ્થ્ય માટે હાનિકારક માનીને તેના પર પ્રતિબંધ મૂક્યો છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે, ભારતમાં કઈ-કઈ ખાદ્ય ચીજો પર પ્રતિબંધ છે.
કેન્સરના જોખમને કારણે પોટેશિયમ બ્રોમેટ પર 2016માં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
કેફીનનું પ્રમાણ અને એનિમલ વેલ્ફેરને ધ્યાનમાં રાખીને 2006માં ભારતમાં સસલાના માંસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
ચીનના કેટલાક ડેરી ઉત્પાદનોમાં મેલામાઇન મળી આવ્યા બાદ 2008માં ચીનથી દૂધની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
જંતુનાશકો અને હાનિકારક ફૂગની હાજરીને કારણે 2014માં ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
યુરિક એસિડની વધારે માત્રા અને કેન્સરના જોખમને કારણે સૅસફ્રૅસ તેલ પર 2003માં ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
ફોઇ ગ્રાસ બનાવવાની પ્રક્રિયામાં બતકો પર થતી ક્રૂરતાને કારણે 2014માં ફોઇ ગ્રાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
શરીર માટે હાનિકારક હોવાના કારણે બ્રોમિનેટેડ વેજીટેબલ ઓઈલ પર 1990થી દેશમાં પ્રતિબંધ છે.