PHOTOS

1 ઓક્ટોબરથી થઈ રહ્યા છે આ 8 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે જબરદસ્ત અસર

આગામી એક ઓક્ટોબરથી તમારા જીવનમાં આ 8 મોટા ફેરફાર આવવાના છે.

Advertisement
1/8
ગેસ સિલિન્ડરમાં ભાવમાં ફેરફાર
ગેસ સિલિન્ડરમાં ભાવમાં ફેરફાર

સૌથી પહેલા રાંધણ ગેસથી શરૂઆત કરીએ. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે LPG રસોઈ ગેસ સિલિન્ડર અને હવાઈ ઈંધણની નવી કિંમતો જાહેર કરે છે. છેલ્લા કેટલાક મહિનાથી ભાવમાં ખુબ ઉતાર ચડાવ જોવા મળે છે. એક ઓક્ટોબરે પણ LPGના ભાવમાં વધારો કે ઘટાડો થઈ શકે છે. આ માટે તમારે માનસિક અને આર્થિક રીતે તૈયાર રહેવું પડશે. 

2/8
દિલ્હીમાં હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ જરૂરી
દિલ્હીમાં હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ જરૂરી

દિલ્હીમાં 1 ઓક્ટોબરથી ગાડીઓ પર હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ જરૂરી કરવામાં આવી છે. જે ગાડીઓ એપ્રિલ 2019 પહેલાની છે તેમના માટે આ નંબર પ્લેટ ગાડીઓ પર હોવી જરૂરી છે. પ્લેટ ન હોવાના કારણે પાંચ હજાર રૂપિયા ચલણ કપાઈ શકે છે. 

Banner Image
3/8
ડ્રાઈવિંગ લાયસન્સ અને ઈચલણના બદલાશે નિયમો
 ડ્રાઈવિંગ લાયસન્સ અને ઈચલણના બદલાશે નિયમો

કેન્દ્ર સરકારે મોટર વાહન નિયમ 1989(Motor Vehicle Act)માં સંશોધન કર્યું છે. સરકારે કહ્યું છે કે એક ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પોર્ટલના માધ્યમથી એક ઓક્ટોબર 2020થી ડ્રાઈવિંગ લાયસન્સ અને ઈચલણ સહિત વાહન સંબંધિત તમામ દસ્તાવેજોની દેખરેખ કરાશે. એક નિવેદનમાં કહેવાયું છેકે વાહન દસ્તાવેજોના નિરિક્ષણ દરમિયાન ઈલેક્ટ્રોનિક માધ્યમથી કાયદેસર વાહનોના દસ્તાવેજોના બદલે ભૌતિક દસ્તાવેજોની માંગણી કરવામાં આવશે નહીં. 

4/8
ગાડી ચલાવતી વખતે મોબાઈલના ઉપયોગ પર ચલણ
ગાડી ચલાવતી વખતે મોબાઈલના ઉપયોગ પર ચલણ

નવા નિયમ મુજબ ગાડી ચલાવતી વખતે હાથમાં મોબાઈલ ફોનનો ઉપયોગ ફક્ત રૂટ નેવિગેશન એ રીતે કરી શકાશે જેથી કરીને ડ્રાઈવરનું ધ્યાનભંગ ન થાય. જો કે ડ્રાઈવિંગ કરતી વખતે મોબાઈલ પર વાત કરશો તો એક હજારથી લઈને 5 હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આ નવા નિયમને નોટિફાય કરી દીધુ છે. 

5/8
દિલ્હીમાં GoAir ના વિમાનોનું ટર્મિનલ બદલાશે
દિલ્હીમાં  GoAir ના વિમાનોનું ટર્મિનલ બદલાશે

એક ઓક્ટોબરથી ગોએરની દિલ્હી આવનારી અને અહીંથી ઉડાણ ભરનારી ફ્લાઈટ્સ હવે  ટર્મિનલ 2થી ઓપરેટ થશે. કોઈ પણ પ્રકારની અસુવિધાથી બચવા માટે હવાઈ કંપનીએ મુસાફરો માટે ખાસ ફોન નંબર અને સલાહ  પણ બહાર પાડ્યા છે. ગોએરએ મુસાફરોને સલાહ આપી છે કે ઘરેથી નિકળતા પહેલા પોતાની ફ્લાઈટ અને ટર્મિનલ ચેક કરી લે. વધુ જાણકારી માટે GoAir Customer Care नम्बर 1800 2100 999 અને +91 22 6273 2111 પર ફોન કરીને ડિટેલ ચેક કરી શકાય છે. 

6/8
મીઠાઈવાળા ફક્ત તાજી મીઠાઈ વેચી શકશે
મીઠાઈવાળા ફક્ત તાજી મીઠાઈ વેચી શકશે

હવે મીઠાઈવાળા વાસી મીઠાઈ વેચી શકશે નહીં. કેન્દ્ર સરકારે એક ઓક્ટોબરથી એક નવો કાયદો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. જે મુજબ મીઠાઈ વેચનારા દુકાનદારોએ પોતાની તમામ મીઠાઈ પર એક્સપાયરી ડેટ નાખવી પડશે. FSSAI ના નવા નિયમ મુજબ દુકાનોમાં મીઠાઈની સજેલી થાળીઓ પર બેસ્ટ બિફોર લખવું ફરજિયાત રહેશે. એટલે કે મીઠાઈ જે સમય સુધી ખાવા યોગ્ય રહેશે તેની તારીખ મીઠાઈની તારીખ પર લખવી જરૂરી રહેશે. જો કે મીઠાઈ બનાવવાની તારીખ થાળી પર લખવું જરૂરી નથી. કારણ કે FSSAIએ તેને વેપારીઓની ઈચ્છા પર છોડ્યું છે. 

7/8
હેલ્થ ઈન્શ્યોરન્સ હેઠળ મળશે વધુ સુવિધા
હેલ્થ ઈન્શ્યોરન્સ હેઠળ મળશે વધુ સુવિધા

વીમા નિયામક આઈઆરડીએઆઈના નિયમો મુજબ હેલ્થ ઈન્શ્યોરન્સ પોલીસીમાં એક મોટો ફેરફાર થવાનો છે. એક ઓક્ટોબરથી તમામ હાલની અને નવી હેલ્થ ઈન્શ્યોરન્સ પોલીસી હેઠળ ખુબ જ રાહત દરે વધુ બીમારીઓ માટે કવર ઉપલબ્ધ થશે. આ ફેરફાર હેલ્થ ઈન્શ્યોરન્સ પોલીસીને સ્ટાન્ડર્ડાઈઝ્ડ અને કસ્ટમર સેન્ટ્રિક બનાવવા માટે કરાઈ રહ્યો છે. તેમાં અનેક અન્ય ફેરફાર પણ સામેલ છે. 

8/8
વિદેશ પૈસા મોકલવા મોંઘું પડશે
વિદેશ પૈસા મોકલવા મોંઘું પડશે

કેન્દ્ર સરકારે વિદેશ પૈસા મોકલવા પર ટેક્સ વસૂલવા સંબંધિત નવા નિયમ બનાવ્યા છે. આ નિયમ એક ઓક્ટોબરથી લાગુ થશે. આવામાં જો તમે વિદેશમાં ભણતા તમારા  બાળકને પૈસા મોકલશો કે કોઈ સંબંધીને આર્થિક મદદ કરશો તો તે રકમ પર 5 ટકા ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ (TCS)ની વધારાની ચૂકવણી કરવી પડશે. ફાઈનાન્સ એક્ટ 2020(Finance Act 2020) મુજબ, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની લિબરલાઈઝ્ડ રેમિટેન્સ સ્કિમ (LRS) હેઠળ વિદેશ પૈસા મોકલનારી વ્યક્તિએ ટીસીએસ આપવું પડશે. 





Read More